Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

શાપર-વેરાવળમાં ગાંજાના જથ્થા સાથે શબાના પકડાઇઃ સપ્લાયર આકાશને પણ દબોચી લેવાયો

શબાના આકાશ પાસેથી પ હજારનો ગાંજો લઇ ૧૦૦ રૂ.માં પડીકી વેચતી'તીઃ એક માસથી ગાંજાનો વેપલો શરૂ કર્યો'તો

તસ્વીરમાં ગાંજાનો જથ્થો ઝડપી લેનાર શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ તથા સ્ટાફ અને ઇન્સેટ તસ્વીરમાંં ગાંજાનો જથ્થો નજરે પડે છે

રાજકોટ તા.૧પ : શાપર-વેરાવળ પોલીસેગાંજાના જથ્થા સાથે મહીલાને ઝડપી લીધી હતી આ મહિલાને ગાંજાના જથ્થાનો સપ્લાયર કરનાર શખ્નસેપણ દબોચી લીધો હતો. શાપર-વેરાવળમાં બુધ્ધનગરમાં ગાંજાના જથ્થાનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે બુધનગરમાં શબાનાબેન આમીદભાઇ બુખારીના ઘરે રેઇડ કરી ગાંજાનો જથ્થો ૮પ૪ ગ્રામનો જથ્થો ઝડપી લીધો હતો. પકડાયેલ શબાના તેને આ ગાંજાનો જથ્થો આકાશ રણછોડભાઇ સોલંકી રે. બુધ્ધનગર શાપર આપી જતો હોવાની કેફીયત આપતા પોલીસે આકાશને પણ દબોચી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શબાના આકાશ પાસેથી પાંચ હજારના કિલો લેખે ગાંજાનો જથ્થો લેતી હતી અને પોતે શાપરમાં ગાંજાની એક પડીકી ૧૦૦ રૂ.માં વેચતી હતી. શબાના છેલ્લા એક માસથી ગાંજાનો વેપલો કરતી હોવાનું ખુલ્યું છે.

શાપર પોલીસે પકડાયેલ શબાના તથા સપ્લાયર આકાશ સામે એનડીવીએસનીકલમ તળે ગુન્હો દાખલ કર્યો હતો વધુ તપાસ કોટડાસાંગાણીના પી.એસ.આઇ. વી.પી. કનારા ચલાવી રહ્યા છે. આ કાર્યવાહીમાં શાપર પોલીસના હેડ કો. વિરેન્દ્રસિંહ જાડેજા, વિરભદ્રસિંહ વાઘેલા, દિલીપભાઇ કાલોતરા, પો.કો. રસીકભાઇ જમોડ, યોગરાજસિંહ જાડેજા, દુષ્યંતસિંહ રાણા, પિયુષભાઇ અઘેરા, મહિલા પો.કો. હર્ષાબા જાડેજા, વર્ષાબેન જોસવાણીયા ડ્રા. પો.કો.રેનીસભાઇ  તથા અજયસિંહ સરવૈયા જોડાયા હતા.

(12:45 pm IST)