Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ધો. ૧૦-૧રના રીપીટર છાત્રોની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ

રાજકોટ શહેર - જિલ્લામાં ૫૩૦૦ રીપીટર છાત્રો પ્રથમ દિવસે પરીક્ષા આપી રહ્યા છે

રાજકોટ, તા. ૧પ :  ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતંર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો. ૧૦-૧રના રીપીટર છાત્રોની પરીક્ષાનો ઓફલાઇન પ્રારંભ થયો છે.

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ - ૧૨ની  ૧પ જુલાઇથી શરૂ થતી પરીક્ષાઓનો  એકશન પ્લાન મુજબ ચાલી રહી છે. ધો. ૧૦ અને ધો. ૧ર ની ઓફલાઇન પરીક્ષા માટે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા વિડીયો કોન્ફરન્સમાં દરેક  જિલ્લાના શિક્ષણાધિકારીઓને સ્થાનિક કક્ષાએ પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવા સુચના આપી છે. રાજકોટના તમામ જીલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણાધિકારીઓની વિડીયો કોન્ફરન્સ મળી હતી. જેમાં તમામ જિલ્લાઓમાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્વે તમામ બિલ્ડીંગને સેન્ટાઇઝ કરવા પરીક્ષા, કેન્દ્રો ઉપર થર્મલગનને વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરી જરૂરી સુચના આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના સંદર્ભમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલાએ જણાવ્યુ કે, રાજકોટ જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧રના અંદાજે ર૪ હજાર રીપીટર વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ શહેર - જિલ્લામાં આજે પ્રથમ દિવસે ધો. ૧૦માં ૨૪૦૦, ધો. ૧૨ સાયન્સમાં ૪૫૦ અને સામાન્ય પ્રવાહના ૨૫૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

(12:45 pm IST)