Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

બીજુ ઘર કર્યા પછી આગલા ઘરની પુત્રીને મળવા ન દેવાતાં સુનિતાએ ઝેરી દવા પીધી

સુનિતા ઉર્ફ પાયલે દોઢ વર્ષ પહેલા રાજકોટના લાલા સાથે ઘર માંડ્યું છેઃ સારવાર માટે દાખલ કરાઇ દિકરી જામનગર હોસ્ટેલમાં છે

રાજકોટ તા. ૧૫: વિશ્વનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતી સુનિતા ઉર્ફ પાયલ લાલા નિમાવત (ઉ.વ.૨૮) નામની પરિણિતાએ ઝેરીદવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રણછોડભાઇ સાંબડે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

સુનિતા ઉર્ફ પાયલે રાત્રે સવા બારેક વાગ્યે ઝેર પી લેતાં પતિ લાલા મહેશભાઇ નિમાવતે હોસ્પિટલે ખસેડી હતી. લાલાના કહેવા મુજબ સુનિતા મુળ કોળી જ્ઞાતિની છે. તેને પ્રથમ લગ્ન થકી બે સંતાન એક દિકરો અને એક દિકરી છે. દોઢેક વર્ષથી તેણી પોતાની સાથે રહે છે. તેની એક દિકરી જામનગર હોસ્ટેલમાં છે. આ દિકરીને આગલા ઘરવાળા છએક મહિનાથી મળવા દેતાં ન હોઇ જેથી માઠુ લાગી જતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)