Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

શાપર-વેરાવળમાં જૂગારના બે દરોડા આઠ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ તા. ૧પ :.. શાપર-વેરાવળ પોલીસે બે સ્થળે જૂગારના દરોડા પાડી જૂગાર રમતા ૮ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડામાં શાપર ધરતી ગેટની અંદર જશ મેટલ કારખાનાવાળી શેરીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ હેડ કો. રોહિતભાઇ બકોત્રા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા રાહુલ ભગુભાઇ રાઠોડ, મહેશ નાગજીભાઇ વાઘેલા, દિપક કિશનભાઇ ચુડાસમા તથા હરસુર નિમાભાઇ વાળા રે. તમામ શાપર રોકડા રૂ. ૧૦૭૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં શાપર ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ ગેટ પાસે વોંકળા કાંઠે જાહેરમાં જૂગાર રમતા સાગર રમેશભાઇ પંચાળા, બટૂક ભગુભાઇ રાઠોડ, મનોજ અજયકુમાર જૈના તથા દિલીપ રામાભાઇ વાઢેર રે. શાપરને રોકડા રૂ. ૧૦ર૦૦ અને ગંજીપતા સાથે હેડ કો. રોહિતભાઇ બકોત્રાએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:40 am IST)