Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પછાતવર્ગના લોકોને સાથણીની જમીન આપી પરત પણ લઈ લીધીઃ ૨૧મીએ બેઠક

રાજકોટ,તા.૧૫: પછાત ર્વગના લોકોને ખેતી કરવા માટે સાથણીની જમીન આપી દીધી અને પરત પણ ખેંચી લીધી તલાટીએ જમીન જોયા કે જાણ્યા વગર રેકોર્ડ ઉપર બિનખેતી પણ લખી નાખવામાં આવતા અનેક લોકો મુંઝાયા છે. હવે આ મામલે હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવશે.

જમીન અધિકાર અભિયાન સૌરાષ્ટ્રએ એક લોક સંગઠન છે આ સંગઠનના માધ્યમથી આગામી તા.૨૧ ડો.બાબાસાહેબ આંબેડકર ભવન દાસી જીવણ પરા રાજકોટ ખાતે બપોરે ૨ થી ૫ સુધી સૌરાષ્ટ્રના તમામ પછાત વર્ગ મુળ ખેડુતો કે જેને સરકારશ્રીએ જેતે સમયે જમીન આપેલી પણ શરતભંગ માની અને સરકાર હસ્તક લઈ લિધેલ એવા તામમ લોકોને આવી તમામ જમીનો સરકાર વતી પાછી મળે/ રિગ્રાન્ટ કરવામાં આવે એના માટે વિધિવત રીતે આંદોલન અને ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવાની હોય  તમામ ખેડુતોને આ કાર્યક્રમમા સંગઠનના માધ્યમથી બોલાવવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

આગેવાનોએ જણાવેલ કે આ અભિયાનની શરૂઆત સૌરાષ્ટ્રથી કરવામાં આવશે અને સમગ્ર રાજયમાં આ અભિયાન ચલાવવામાં આવશે જેથી જે લોકોની જમીન શ્રી સરકાર/ ખાલશા/ શરતભંગ થયેલ હોય તો તમામ લોકો વધુમાં વધુ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે અને પછાત વર્ગ પાસેથી સરકારશ્રીએ શરતભંગના નામે જે રોજી રોટી સમાન જમીનો હતી તે છીનવી લીધેલ જે જમીન પરત ગરીબ અને પછાત વર્ગના લોકોને મળે તે હેતુથી આ સમક્ષા બેઠક રાખવામા આવેલ છે.

તસ્વીરમાં બાલુભાઈ એચ.વિંઝુડા, સોમાભાઈ મકવાણા, ભુપેન પરમાર, રમેશ સોલંકી, જયંતી રાઠોડ, હેરી રાણવા અને મહેશભાઈ સાગઠીયા નજરે પડે છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

(5:04 pm IST)