Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

હોસ્પિટલ ચોકમાંથી માનસિક અસ્થિર મહિલા મળીઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૫: સિવિલ હોસ્પિટલ ચોકમાંથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના માનસિક અસ્થિર લાગતાં મહિલા મળી આવતાં પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. આ મહિલાના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો. પી.એસ.આઇ. એસ. વી. સાખરા વધુ તપાસ કરે છે.

(5:02 pm IST)