Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વિરાણી અઘાટમાં બે દૂકાનમાં થયેલી ચોરીમાં શકમંદની કડી મળતાં તપાસ

સપ્ટેમ્બરમાં થયેલી ચોરીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

રાજકોટ તા. ૧૫: વિરાણી અઘાટમાં આવેલી રાજ જનરલ સ્ટોર નામની દૂકાનમાં ગત સપ્ટેમ્બર માસમાં ચોરી થઇ હતી. તસ્કરો રૂ. ૧૩૫૦૦ની માલમત્તા ચોરી ગયા હતાં. તેમજ બાજુની એક દૂકાન પુરષાર્થ એન્ટરપ્રાઇઝમાંથી સીસીટીવી કેમેરા અને ડીવીઆર ચોરવાની કોશિષ કરી હતી. આ અંગે ભકિતનગર પોલીસને શકમંદર વિશે માહિતી મળતાં ગુનો નોંધાયો છે. પોલીસે પુનિતનગર ૫૦ ફુટ રોડ પર જાનકી પેલેસ એપાર્ટમેન્ટ ૪૦૨માં રહેતાં રમેશભાઇ તેજાભાઇ કયાડા (ઉ.૪૫)ની ફરિયાદ નોંધી છે. તેમની દૂકાન રાજ જનરલ સ્ટોર વિરાણી અઘાટમાં છે. તેમાં ૨૩/૯ના રાત્રીના દસથી ૨૪/૯ના સવારના છ સુધીમાં તસ્કરો ત્રાટકયા હતાં અને કોઇ વસ્તુથી શટર કાપી, ઉંચકાવી અંદરથી રૂ. ૨૦૦૦ રોકડા, એલસીડી ટીવી, હોમ થિએટર મળી ૧૩૫૦૦ની મત્તા ચોરી ગયા હતાં. તેમજ ઉપરના માળે પુરૂષાર્થ એન્ટરપ્રાઇઝમાંથી કેમેરા, ડીવીઆર ચોરવાનો પ્રયાસ થયો હતો. આ ચોરીમાં શકમંદ હાથમાં આવી જતાં પુછતાછ શરૂ થઇ છે.  હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયાએ તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)