Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બક્ષીપંચ સમાજને કાયમી પછાત રાખવાનું પાપ કોંગ્રેસે કર્યુ છેઃ નરેન્દ્રભાઈ સોલંકી

રાજકોટઃ વોર્ડનં.૪માં ભગવતીપરા ખાતે આવેલ ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી ખાતે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા બક્ષીપંચ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)ની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુની આગેવાની હેઠળ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં સ્વાગત પ્રવચન નિલેશ જલુએ તેમજ પ્રાશંગિક ઉદબોધન કિશોર રાઠોડ, ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાએ કર્યુ હતું. આ તકે મોહનભાઈ વાડોલીયા, રાજુભાઈ બોરીચા, રમેશ પરમાર, મનસુખ ધંધુકીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.આ તકે બક્ષીપંચ મોરચાના સંમેલનને સંબોધતા ગુજરાત પછાત વર્ગ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)એ જણાવ્યું હતું કે આઝાદી બાદ દેશમાં ૬૦ થી વધુ વર્ષ શાસન કરનાર કોંગ્રેસે કર્યો નથી. ત્યારે બક્ષીપંચ સમાજને સતત અન્યાય કરનાર કોંગ્રેસને જવાબ આપવાનો સમય આવી ગયો છે. આ તકે નિલેશ જલુ, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી, સંજય ગોસ્વામી, સોમભાઈ ભાલીયા, લલીત વાડોલીયા, રમેશ પરમાર, દેવાંગ કુકાવા, સુરેશ સવસેટા, મુકેશ ગોહેલ, જેસીંગ રાઠોડ, કૈલાશ જાગાણી, વિક્રમ ડાંગર, પીન્ટુ રાઠોડ સહીતના ઉપસ્થિત રહયા હતા.

(4:48 pm IST)