Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

હોળીની પૂર્વ સંધ્યાએ રેસકોર્ષમાં હાસ્ય કવિ સંમેલન

તંત્ર લોકોને દોડાવ્યા બાદ ખડખડાટ હસાવશે... :'હિન્દી હાસ્ય કવિ સંમેલન' માં લાફટર શોનાં કલાકારો અને કવિઓ હાસ્યની રંગછોળ ઉડાડશેઃ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ - સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરનાં માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ર૮ ફ્રેબુબારી  બુધવારે રાત્રે ૮.૩૦ કલાકે હોલી અને ધુળેટીના પાવન પર્વ નિમિતે કવિ શ્રી રમેશ પારેખ રંગદશન રેસકોર્ષ ખાતે દેશના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હિન્દી કવિઓનું ભવ્ય હિન્દી હાસ્ય કવિ સંમેલન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં દેશના ખ્યાતનામ હિન્દી કવિઓ પોતાની કૃતિઓ રજૂ કરશે. કોર્પોરેશન દ્વારા આગામી રવિવારે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.  ત્યારબાદ સપ્તાહમાં જ તુરંત જ હિન્દી કવિ સંમેલન યોજાશે. આમ તંત્ર દ્વારા લોકોને દોડાવવા બાદ હસાવવાની કટિબધ્ધતા દર્શાવી છે.

કવિ સંમેલન કાર્યક્રમમાં ધુળેટી પર્વને ધ્યાનમાં રાખી, ભાજપના કોર્પોરેટરો શહેરીજનોને તિલક કરી આવકારશે અને આ પાવન પર્વની શુભેચ્છા પાઠવશે.

આ હિન્દી હાસ્ય કવિ સંમેલનના અનુસંધાને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ લાઇટ, સાઉન્ડ માઇક, મંડપ સહિતની વ્યવસ્થા કરવા માટે તૈયારીઓ થઇ રહી છે. આ હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં હાસ્ય, વ્યંગ અને વીરરસના રંગથી તરબોળ થવા ઉમટી પડવા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવેલ છે.

(5:20 pm IST)