Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

માર્ગ મકાન વિભાગના ઇજનેરોને પગારમાં અન્‍યાયઃ અવસરભાઇ

રાજકોટ, તા., ૧૫: રાજય સરકાર દ્વારા માર્ગ અને મકાન પંચાયત અને સ્‍ટેટ વિભાગમાં ફરજ બજાવતા સમાન કેડરના ઇજનેરોને પગાર ચુકવવામાં સરકાર અને પંચાયત સેવા પસંદગી બોર્ડ અમદાવાદ દ્વારા અન્‍યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઇ નાકીયાએ કર્યા છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની ર/૨૦૧૩૧૪ના વર્ષની જાહેરાત મુજબ અધિક મદદનીશ ઇજનેર (પંચાયત)ને રૂા. ૯૪૦૦ના પ્રથમ પાંચ વર્ષ ફીકસ પગારની જોગવાઇ મુજબ સને ૧પ/૧૬માં ભરતી થયેલા અ.મ.ઇ.ને રૂા. ૧૩,૫૦૦ના પ્રથમ પાંચ વર્ષ ફીકસ પગારની જોગવાઇ મુજબ સને ૧પ/૧૬ માં ભરતી થયેલા અ.મ.ઇ.ને રૂા. ૧૩,પ૦૦ની સામે રૂા. ૩૧,૩૪૦ ફીકસ પગાર ચુકવવામાં આવે છે. ઠરાવના પારા નં. ૮ માં જણાવ્‍યા મુજબ આ નવી જગ્‍યા સામે રૂા. ૯૩૦૦-૩૪,૮૦૦ ગ્રેડ પે રૂા. ૪૪૦૦ના પગાર ધોરણ મુજબ રૂા. ૩૮,૦૯૦ આપવા મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલ જુદી જુદી ભરતી દરમ્‍યાન માર્ગ અને મકાન (સ્‍ટેટ) વિભાગના અ.મ.ઇ.ને ૧પ/૧૬ થી જ રૂા. ૩૮,૦૯૦નો પગાર પ્રથમથી જ ચુકવવામાં આવે છે અને માત્ર પંચાયતના ઇજનેરો ઓછો પગાર ચુકવાય છે આવો ભેદભાવ શા માટે તેવો પ્રશ્ન ઉપપ્રમુખે ઉઠાવ્‍યો છે.

(4:04 pm IST)