Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સગીરાનુ અપહરણ કરી દુષ્‍કર્મ આચરનાર અકરમ લાખાણી પકડાયો

રાજકોટ તા. ૧પ : લાતી પ્‍લોટ વિસ્‍તારમાીં સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મ આચરવાના ગુનામાં બી ડીવીઝન પોલીસે ખાટકી શખ્‍સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ લાતી પ્‍લોટ વિસ્‍તારમાં રહેતી સગીરાને ત્રણ દિવસ પહેલા ચામડીયા ખાટકીવાસમાં રહેતો અકરમ મુસ્‍તાકભાઇ લાખાણી નામનો શખ્‍સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં થઇ હતી. આ બનાવમાં પીઆઇ આર.એસ.ઠાકર તથા રાઇટર ચંદ્રસિંહ સહિતે મોરબી રોડ જુના સીટી સ્‍ટેશન પાસે ચામડીયા ખાટકીવાસમાં રહેતો અકરમ, મુસ્‍તાકભાઇ લાખાણી (ઉ.રર) ને પકડી લીધો હતો પુછપરછ દરમ્‍યાન આ શખ્‍સે સગીરા સાથે દુષ્‍કર્મ આચર્યું હોવાનુ બહાર આવતા પોલીસે બળાત્‍કાર અને પોસ્‍કોની કલમનો ઉમેરો કરી તપાસ આદરી છ.ે

(4:02 pm IST)