Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં એડવોકેટ જીજ્ઞેશ જોષીની ઉમેદવારી

રાજકોટ, તા. ૧ :  આગામી તા. ર૮-૦૩-ર૦૧૮ના રોજ વકિલોની માતૃસંસ્‍થા એવી બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની રપ સભ્‍યો માટેની ચૂંટણી યોજનાર છે. જે પ્રતિષ્‍ઠા ભરી જંગમાં રાજકોટના યુવા ધારાશાષાી કે જેઓ માત્ર ૯ વર્ષની વકિલાત ધરાવે છે. અને રાજકોટ બારમાં વર્ષ ર૦૧ર-૧૩-૧પ-૧૬-૧૭-૧૮ સુધી સતત ચૂંટાઇ આવીને કારોબારી સભ્‍ય પદે પોતાની સેવા આપેલ છે તેવા નિડર અને પ્રમાણીક અને વકિલોના પ્રશ્નોએ હરમહમેશ લડાયક અને જાગૃત મીજાજ ધરાવતા ડો. જીજ્ઞેશ જોષીએ શિવરાત્રી ના પાવન અને પવિત્ર દિવસે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

આ સમયે રાજકોટના એડવોકેટ અશોકસિંહ વાઘેલા ઇન્‍દુભા રાઓલ, ગાયત્રીબા વાઘેલા, રાજદિપસિંહ જાડેજા, મુકુન્‍દભાઇ ટાંક, હિતેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ગોવાણી, રવિભાઇ ધ્રુવ, મનોજસિંહ જાડેજા, ગોપાલભાઇ અનડકટ, નિરવભાઇ પંડયા, મેહુલભાઇ પાડલીયા, કલ્‍પેશ સાકરીયા, મહેશ પુંધેરા, તેમજ બારકાઉન્‍સીલ ઓફ ગુજરાતના ઉમેદવારશ્રીઓ કરણસિંહ વાઘેલા તેમજ ગોંડલના જે.બી. કાલરીયા તેમજ અમદાવાદ ડિસ્‍ટ્રીકટ કોર્ટના જીગરભાઇ પંડયા તેમજ ઇમરાન શેખ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

જીજ્ઞેશ જોષી રાજકોટ ખાતે પ્રેકટીશ કરે છે આ ઉપરાંત તેઓ રાજકોટ જુનીયર પ્રેકટીશ્નર એશોસીએશનના વર્ષ ર૦૧૪ થી આજ દિન સુધી બીનહરીફ પ્રમુખ પણ છે આ ઉપરાંત તેઓ ગુજરાત હયુમનરાઇટસ પ્રેકટીશ્નર એશોશીઅનશનના તેઓ ઉપપ્રમુખ પણ છે આ ઉપરાંત તેઓ કણકોટ કોર્ટ સ્‍થળાંતર સમિતિ રાજકોટ બાર એશોસીએશન મતદાર યાદી ચકાસણી સમિતિ તેમજ રાજકોટ જિલ્લા જેલ સમિતિના સભ્‍ય પણ રહી ચુકયા છે.

ડો.જીજ્ઞેશ જોષી વકીલોની સમસ્‍યાઓ માટે કાયમી લડાઇ લડવાનો સ્‍વાભાવ ધરાવે છે અને હરહમેશ દરેક સમસ્‍યાઓનું નિરાકરણ લાવવા માટે સતત પ્રત્‍યનશીલ રહે છે આ ઉપરાંત અન્‍યાય સામે લડવામાં અને હકકને હકકથી માંગવાની કાર્ય પધ્‍ધતિથી કામ કરતા હોવાથી તેઓ રાજકોટ બારની ચૂંટણીમાં સ્‍વતંત્ર ઉમેદવાર તરીકે આજદિન સુધી સતત તમામ ચુંટણી જીતતા આવ્‍યા છે.

બીસી.જી.માં ડો. જીજ્ઞેશ જોષીની ઉમેદવારી ફોર્મ આજરોજ ચૂંટણી અધિકારી સમક્ષ ભરી તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે.

(4:01 pm IST)