Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મેરેથોનની તડામાર તૈયારીઃ સ્‍થળ મુલાકાતે પદાધિકારીઓ - અધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકાના તથા રાજકોટ શહેર પોલીસ દ્વારા યોજાનાર આગામી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ મેરેથોન-૨૦૧૮ યોજાનાર છે. જેનું ફલેગ ઓફ રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્‍તે કરવામાં આવશે. આ મેરેથોનમાં આયકર વિભાગ, ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ શહેરની જુદી જુદી સંસ્‍થાઓ દ્વારા સહયોગ મળનાર છે. મેરેથોન-૨૦૧૮ની તૈયારીના ભાગરૂપે સ્‍થળ મુલાકાત લેવામાં આવેલ. આ સ્‍થળ મુલાકાતમાં મેયર ડો.જૈમન ઉપાધ્‍યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સમાજ કલ્‍યાણ  કમિટીના જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, આયકર વિભાગના જોઇન્‍ટ ડાયરેક્‍ટર પંકજ શ્રીવાસ્‍તવ, ડે.કમીશ્નર બી.બી.ગુપ્તા, મ્‍યુનિસિપલ ડે.કમીશ્નર સી.કે.નંદાણી, સિટી એન્‍જીનીયર ચિરાગ પંડયા, સુરક્ષા અધીકારી બી.કે.ઝાલા, ટ્રાફિક પી.આઈ. ઝાલા, એડી. સિટી એન્‍જીનીયર ભાવેશ જોષી, ગોહિલ,  આસી. કમીશ્નર હર્ષદ પટેલ, કગથરા, ધડુક, વાસંતીબેન પ્રજાપતિ, આરોગ્‍ય અધીકારી ડો.ચુનારા, ચીફ ફાયર ઓફિસર ઠેબા, રોશની વિભાગના દેથરીયા, પર્યાવરણ અધીકારી નીલેશ પરમાર, આસી. પર્યાવર ઈજનેર જીંજાળા, પ્રજેશ સોલંકી, પી.એ.ટુ કમીશ્નર ચુડાસમા, પી.એ.ટુ મેયર કે.એચ. હિંડોચા, ટી.પી. વિભાગના અઢીયા, રોશનીના જીવાણી, આસી.મેનેજર અમિત ચોલેરા, સ્‍ટોર સંચાલક ઉનાવા તેમજ જુદા જુદા વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ. ડાયસ તેમજ ગ્રાઉન્‍ડમાં ૪૨ કી.મી., ૨૧ કી.મી., ૧૦ કી.મી., ૫ કી.મી. સહિતની  છ અલગ અલગ કેટેગરીની બેઠક વ્‍યવસ્‍થા તેમજ મહેમાનો માટેની વિગેરે તમામ આનુસંગિક ચર્ચા-વિચારણા કરવામાં આવેલ.

(3:37 pm IST)