Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મેરેથોનમાં રજીસ્‍ટ્રેશન બંધઃ ૬૪૦૯૨ સ્‍પર્ધકોઃ ૧૩ સ્‍થળોએ પાર્કિંગ વ્‍યવસ્‍થા

પોલીસ હેડ કવાર્ટર અને એકલવ્‍ય સકુલમાં આ વખતે પાર્કિંગ પ્રતિબંધઃ ચૌધરી હાઇસ્‍કુલ, ડી.એચ. કોલેજ, મેમણ બોર્ડીંગ, રેલવે પાટા પાસે સહિતના ૧૩ સ્‍થળોએ ૧૩ હજાર વાહનો માટે વિશાળ પાર્કિંગઃ મેરેથોનની તૈયારીને આખરી ઓપ આપતા મ્‍યુ. કમિશ્નર બંછાનીધિ પાની, ડે. કમિશ્‍ન્ર ચેતન નંદાણી

રાજકોટ તા. ૧૫ : આગામી તા. ૧૮ને રવિવારે યોજાનાર મેરેથોન દોડની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગઇકાલથી મેરેથોનના સ્‍પર્ધકોનું રજીસ્‍ટ્રેશન બંધ કરી દેવાયું છે. આથી હવે કુલ ૬૪૦૯૨ સ્‍પર્ધકો મેરેથોન દોડશે તે નિヘતિ થયું છે.

મ્‍યુ. કમિશ્નર બંછાનિધી પાની અને ડે.કમિશ્નર ચેતન નંદાણીએ વિસ્‍તૃત વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ૪૨ કિ.મી. દોડમાં ૧૫૫, ૨૧ કિ.મી. દોડમાં ૨૨૨૩, ૧૦ કિ.મી. દોડમાં ૪૩૫૮ અને ૫ કિ.મી. દોડમાં ૫૫૯૦૬ અને દિવ્‍યાંગોમાં બહેરા - મુંગા વ્‍યકિતઓ ૩૪૮, અપંગ ૩૧૭, વિકલાંગ ૪૨૬ સહિત કુલ ૧૪૫૦ આ તમામ મળીને ૬૪૦૯૨ સ્‍પર્ધકોનું રજીસ્‍ટ્રેશન ફાઇનલ થયું છે. જેમાં ૧૫,૪૨૫ વ્‍યકિતઓએ સ્‍વૈચ્‍છાએ ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવેલ છે.

કમિશ્નરશ્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષ ૧૩ સ્‍થળોએ વિશાળ પાર્કિંગ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. જેમાં આ વર્ષે એકલવ્‍ય સ્‍કુલ અને પોલીસ હેડ કવાર્ટરમાં પાર્કિંગ પર પ્રતિબંધ છે.

જ્‍યારે રેલવે લાઇન પાસે, એરપોર્ટ રોડ, રિલાયન્‍સના વંડામાં, કિશાનપરા ચોક જુની કેન્‍સર હોસ્‍પિટલમાં, ડી.એચ. કોલેજ, ચૌધરી હાઇસ્‍કુલ, મેમણ બોર્ડીંગ સહિત ૧૩ સ્‍થળોએ અંદાજે ૫ હજાર ફોરવ્‍હીલરો અને ૮ હજાર ટુ-વ્‍હીલરો માટે પાર્કિંગની વિશાળ વ્‍યવસ્‍થા કરાઇ છે.

(3:37 pm IST)