News of Thursday, 15th February 2018

રૂખડીયાપરામાં મોડી રાતે પોણા બે વાગ્યે લગ્નમાં ડી. જે. વગાડતાં નયનની ધરપકડ

રાજકોટ તા. ૧૫: રેલનગર અમૃત રેસીડેન્સી બ્લોક નં. ૧૩માં રહેતાં નયન બાલાભાઇ પરમાર (ઉ.૩૧) નામના યુવાને રાત્રે પોણા બે વાગ્યે રૂખડીયાપરા-૧માં ડી.જે. સિસ્ટમ વગાડી અવાજનું પ્રદુષણ ફેલાય તેવું કૃત્ય કરતાં જાહેરનામા ભંગનો ગુનોનોંધાયો છે.

પ્ર.નગર પોલીસને કોલ મળતાં પી.એસ.આઇ. યુ. બી. જોગરાણા, આનંદભાઇ સહિતના સ્ટાફે પહોંચી ડી. જે. બંધ કરાવી નયન પરમાર સામે જીપીએકટ ૧૩૫ મુજબ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરી ધરપકડની કાર્યવાહી કરી હતી. રૂખડીયાપરામાં લગ્ન પ્રસંગ હોઇ નયન પોતાની ડી. જે. સિસ્ટમ લઇ વગાડવા ગયો હતો. પણ મોડી રાત સુધી મોટા અવાજે સિસ્ટમ વાગતી હોઇ રહેવાસીઓએ પોલીસને ફોન કરતાં કાર્યવાહી થઇ હતી.

(12:36 pm IST)
  • મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ અબજોની તબાહી સર્જી : ૧૯૦૦ ગામડાના પાક સાફ :મહારાષ્ટ્રમાં ૩ દિવસના તોફાની વરસાદ - બરફના કરાના તોફાન અને વાવાઝોડાથી ૧૯૦૦ ગામડાના પાકની તબાહી : બે લાખ હેકટર ઉપર ઉભો પાક સાફ થઈ ગયો : અબજો - અબજો રૂપિયાનું નુકશાનઃ મહારાષ્ટ્ર સરકારે આ કુદરતી તબાહી માટે કેન્દ્ર પાસે ૨૦૦ કરોડ માગ્યા access_time 4:09 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST