News of Wednesday, 14th February 2018

પ્રજા કયારેય કોંગ્રેસને મત નહિં આપે, કોંગ્રેસમુકત વોર્ડ બનાવવા નિર્ધાર

વોર્ડ નં. ૪માં ભાજપના કાર્યાલયનું ગોવિંદભાઈના હસ્તે ઉદ્દઘાટન : ઉમેદવાર પરેશ પીપળીયાને જીતાડવા આહવાન

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૪માં રાજકોટ મહાનગરપાલિકાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાએ ઉમેદવારી નોંધાવેલ છે અને લોકસંપર્ક અને પ્રચારકાર્ય વેગવંતુ બનાવાયુ છે ત્યારે બુથ મીટીંગ સાથે ભગવતીપરા વિસ્તારમાં ભાજપના પેટા કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી કિશોર રાઠોડે પ્રાસંગિક પ્રવચન કર્યા બાદ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યુ હતું કે કોંગ્રેસે આઝાદી બાદ દેશમાં પોતાના શાસન દરમિયાન ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી હતી અને રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસના શાસન દરમિયાન શહેરનો વિકાસ રૃંધ્યો હતો. એટલે શહેરની જનતા પણ કોંગ્રેસને સારી રીતે જાણે છે કયારેય કોંગ્રેસને મત આપશે નહિં અને આ વિસ્તારના મતદારોએ ગત ચૂંટણીમાં જ કોંગ્રેસમુકત વોર્ડ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ તકે કમલેશ મીરાણી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, અશ્વિન મોલીયા, પરેશ પીપળીયા, અશોક લુણાગરીયા, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડેયા, સી.ટી. પટેલ, દેવદાનભાઈ કુંગશીયા, મનસુખ જાદવ, બાબુભાઈ ઉધરેજા, રમેશ પરમાર, સુરેશ બાવરીયા, જેસીંગ રાઠોડ, દિનેશ ચૌહાણ, ભરત મંડલી, મહેશ મીયાત્રા, બાબુભાઈ પાટીલ, અજય લોખીલ, કાળુભાઈ કુગશીયા, ભરત ડાંગર, પરેશ પ્રજાપતિ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી પેટાચૂંટણી માટે વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા સાથે લોકસંપર્કમાં જોડાયા હતા. આ લોકસંપર્કમાં મહામંત્રી કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણી, ઉમેદવાર પરેશ પીપળીયા, વિક્રમ પૂજારા, અશોક લુણાગરીયા, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડૈયા, સી. ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, બાબુભાઈ ઉધરેજા, રણછોડભાઈ ઉધરેજા, આશિષ ભટ્ટ, મીતેશ ડાભી, કંકુબેન ઉધરેજા, મુકેશ ગોહેલ, ધીરૂભાઈ પીપળીયા, પુનિતાબેન ચંપાબેન સરવૈયા, રામભાઈ બિહારી, નવીન રાજયગુરૂ, સંજય રાઠોડ, રસીકભાઈ પટેલ, એન.જી. પરમાર, નીતાબેન વઘાસીયા, જેન્તીભાઈ ધાધલ, ચંદુભાઈ ભંડેરી, જેસીંગ રાઠોડ, દેવાભાઈ રબારી, પ્રવિણ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(5:11 pm IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST