News of Wednesday, 14th February 2018

દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ શોભાયાત્રા

 ગોંડલ રોડ ચારભુજા મારબલની બાજુમાં નાગેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન થયેલ શિવ શોભાયાત્રાનું દશનામ ગોસ્વામી સમાજની ૧૧ દિકરીઓને સાફા પહેરાવીને પ્રસ્થાન કરવામાં આવેલ. શોભાયાત્રામાં સાધુ સંતો-મહંતો ગોસ્વામી સમાજના ભાઇઓ, બહેનો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. મુખ્ય રથ બરફની શિવલીંગ આર્કષણનું કેન્દ્ર બની રહેલ. તોપના ગોળાથી ફુલો વરસાદ કરવામાં આવ્યો અને જુદા જુદા ફલોટસ રજૂ કર્યા. રસ્તામાં શિવ તાંડવ રજૂ કરવામાં આવ્યું. રાજમાર્ગો ઉપર શોભાયાત્રા ફરી વળી ત્યારે વિવિધ સંસ્થા  દ્વારા સન્માન કરવામાં આવ્યુ. છેલ્લે મવડી વિસ્તારમાં બી. ડી. કામદાર સોસાયટીમાં સમાપન થયેલ. રાત્રે ૮ વાગ્યે સમાપન વખતે મહા આરતી કરવામાં આવી. મહાપ્રસાદ મહા ફરાળની પણ વ્યવસ્થા કરાઇ હતી. દાતાઓનું સન્માન કરાયુ હતું.

(5:10 pm IST)
  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ અબજોની તબાહી સર્જી : ૧૯૦૦ ગામડાના પાક સાફ :મહારાષ્ટ્રમાં ૩ દિવસના તોફાની વરસાદ - બરફના કરાના તોફાન અને વાવાઝોડાથી ૧૯૦૦ ગામડાના પાકની તબાહી : બે લાખ હેકટર ઉપર ઉભો પાક સાફ થઈ ગયો : અબજો - અબજો રૂપિયાનું નુકશાનઃ મહારાષ્ટ્ર સરકારે આ કુદરતી તબાહી માટે કેન્દ્ર પાસે ૨૦૦ કરોડ માગ્યા access_time 4:09 pm IST