Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ઘરેલું હિંસાના કેસમાં પરિણિતાને પાંચ હજાર ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ

રાજકોટ તા. ૧૪: અહીંના કીડવાઇ નગર પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૬ર માં રહેતી પરણીતાના લગ્ન રાજકોટ મુકામે હસનવાડી શેરી નં. ર માં રહેતા યુવક લાલજીભાઇ મગનભાઇ આદ્રોજાની સાથે થયેલ છે અને લગ્ન બાદ પતી પત્નિ વચ્ચે તકરાર થતાં પત્ની પીયર આવી ગયેલ અને તેણે (૧) પતીઃ લાલજીભાઇ મગનભાઇ આદ્રોજા (ર) સસરા મગનભાઇ વશરામભાઇ આદ્રોજા (૩) સાસુઃ સમજુબેન મગનભાઇ આદ્રોજા (૪) નણંદઃ સુમીતા રીખવભાઇ પટેલ (પ) નણદોયાઃ રીખવભાઇ નટવરલાલ પટેલ (૬) નણંદઃ હર્ષીતા નિતેષભાઇ પટેલ (૭) નણદોયાઃ નીતેષભાઇ પટેલ સામે રાજકોટની ફોજદારી અદાલતમાં કરીયાવર માટે પરણીતાને શારીરીક માનસીક ત્રાસ આપી તેના પર ઘરેલું હિંસા આચરી તેને ઘરમાંથી સાસરાના સભ્યોએ એકસંપ કરી કાઢી મુકેલ છે તેવા આક્ષેપ વાળી ડોમેસ્ટીમક વાયોલેંન્સ એકટની ફરીયાદ પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે દાખલ કરેલ જેમાં કોર્ટે પતિને માસીક રૂ. પાંચ હજાર ભરણ પોષણ ચુકવવા હુકમ કર્યો હતો.

આ અરજીમાં પણ પરણીતા વતી વકીલ શ્રી અંતાણીએ રજુઆતો કરેલી અને શ્રી અંતાણીની તમામ રજુઆત માન્ય રાખી રાજકોટની ફોજદારી અદાલતે અરજીની દાખલ તારીખથી એટલે કે ૬-૬-૧૭થી પતી એ પરણીતાને દર માસે વ ચગાળામાં ભરણ પોષણની રકમ પેટે રૂ. પ,૦૦૦/- ચુકવવાનો હુકમ કરેલ છે જેથી આજની તારીખે અરજદાર પતી પાસેથી રૂ. ૪૦૦૦૦/- હુકમ મુજબ વચગાળાનું ભરણ પોષણ વસુલવા હકકદાર બનેલ છે સાથે અદાલતે પતીને એવો પણ આદેશ કરેલ છે કે પરણીતા એ જે જે સ્ત્રી ધનની વસ્તુનું લીસ્ટ અદાલતમાં રજુ કરેલ છે તે મુજબનું સ્ત્રીધન પતીએ દિવસ-૧૦માં પરણીતાને પરત આપી દેવું જેથી પરણીતાની તરફેણમાં ભરણ પોષણની રકમ સાથે સ્ત્રી ધનનો સામાન પરત મળવાનો હુકમ કેસ ચાલુ થયા પહેલા થતાં તેણે રાહતનો દમ લીધેલ છે.

આ કેસમાં પરણીતા દીપાબેન વતી રાજકોટના લગ્ન વિષ્યક કાયદાના નિષ્ણાત વકીલ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(4:10 pm IST)