Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

રાજકોટના બગીચાઓ કલર ફુલ બનાવોઃ ડો.દર્શિતાબેન શાહ

બહુમાળી ભવન સામેનાં ગાર્ડનમાં લાઇટીંગ, તથા વિવિધ બગીચાઓના જુદા-જુદા પ્રશ્ને ડે.મેયર દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ,તા.૧૬: કોર્પોરેશન હસ્તકનાં શહેરનાં વિવિધ ગાર્ડનમાં  બ્યુટીફીકેશન, મ્યુઝિકલ સિસ્ટમ, ટોપીયર મુકવા તથા બહુમાળી ભવન સામે આવેલ ગાર્ડનમાં લાઈટીંગ વધારવા તથા મ્યુઝિકલ ફાઉન્ટેનને ચાલુ કરવા  સહિતના વિવિધ પ્રશ્ને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાનીને પત્ર પાઠવ્યો છે.

આ અંગે ડે.મેયરે પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા ગાર્ડનો આવેલા છે. આ ગાર્ડનોને લોકોની સુવિધા ધ્યાને લઇ, વધુ  સુવિધા લક્ષી બનાવવા કામગીરી કરવી જરૂરી છે. જેમ કે, રાજકોટ શહેરના મહાનગરપાલિકા હસ્તકના તમામ ગાર્ડનમાં કલર ફલાવર્સનું પ્લાન્ટેશન કરવું, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડનોમાં ટોપીયર મૂકી આકર્ષક બનાવવા કામગીરી કરવી, જે મોટા ગાર્ડનો શહેરમાં છે આવા ગાર્ડનોમાં વોકિંગ ટ્રેક પર લોકોને સંગીતમય વાતાવરણની અનુભૂતિ થાય અને કંઇક અનોખું મળે જેથી ત્યાં મ્યુઝિકલ સિસ્ટમ મુકવી, શહેરના હાર્દસમા રેસકોર્ષ વિસ્તાર છે. શહેરીજનો ઉપરાંત બહોળી સંખ્યામાં સહેલાણીઓ રેસકોર્ષની મુલાકાત લેતા હોય છે. બહુમાળી ભવન સામે મોટું ગાર્ડન આવેલ છે. આ ગાર્ડનમાં રાત્રીના સમયે હાલ મુકવામાં આવેલ લાઈટીંગના પોલની સંખ્યા ઓછી હોઈ, જેથી ગાર્ડનમાં પુરતો પ્રકાશ મળતો નથી. તેને પરિણામે અહિ અસામાજિક પ્રવૃત્ત્િ। આવારા તત્વો દ્વારા થતી હોય તેવી પણ રજૂઆત આવેલ છે. જેથી ફેમેલીમાં લોકો અહી રાત્રિમાં વધારે આવવાનું ટાળે છે. જેથી અહિ મુકવામાં આવેલ લાઈટના પોલની સંખ્યા સત્વરે વધારવી જરૂરી છે. તેમજ આ ગાર્ડનમાં દ્યણા લાંબા સમયથી મ્યુઝિકલ ફાઉન્ટેન બંધ હાલતમાં છે. આ મ્યુઝિકલ ફાઉન્ટેન ચાલુ કરવો જરૂરી છે. જેથી શહેરીજનોને પણ રાજકોટ શહેરમાં એક નવું નજરાણું મળી રહે, તેમજ હાલ આ ગાર્ડનમાં રાઉન્ડ ધ કલોક એક જ સિકયુરિટી ગાર્ડ છે.  આ ગાર્ડન દ્યણું મોટું છે. જેથી જગ્યા એ એક વધારે સિકયુરિટી ગાર્ડ મુકવા જરૂરી છે.

ઉકત બાબતો શહેરીજનોને સીધી સ્પર્શતી હોય સત્વરે દ્યટિત કાર્યવાહી કરવા રજૂઆતમાં ડે. મેયર ડોે. દર્શિતાબેન શાહે અંતમાં જણાવેલ છે.

(1:44 pm IST)