Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

શહેરમાં શરદી – ઉધરસ – ઝાડા - ઉલ્ટીના ૪૦૦ કેસ

ડેંગ્યું, મેલેરીયાના ૧૨ થી વધુ કેસ મ્યુ. કોર્પોરેશનમાં નોંધાયાઃ તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દવા છંટકાવ સહિતના પગલા

રાજકોટ, તા.૧૩: શહેરમાં મચ્છરજન્ય મેલેરીયા, ડેંગ્યું સહીતનાં રોગચાળો હજુ યથાવત છે. કેમ કે છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગમાં ૧૨ જેટલા દર્દીઓ ઉપરાંત અન્ય રોગના ૪૨૫ થી વધુ દર્દીઓ નોંધાયા છે.

 

આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા અઠવાડીયાઓમાં શરદી-ઉધરસ-તાવના ૨૪૮, ઝાડા ઉલ્ટીના ૧૫૩, ડેંગ્યુંના ૬, મેલેરીયાના ૨, મરડાના ૧૦ અને ટાઇફોઇડ-કમળાનાં ૭ દર્દીઓ સહીત ૪૨૫ થી વધુ દર્દીઓ નોંધાયા છે.

૯૭ કીલો વાસી ખોરાકનો નાશ

દરમિયાન આરોગ્ય વિભાગે ખોરાકજન્ય રોગચાળો અટકાવવા છેલ્લા અઠવાડીયામાં ૧૩-રેકડી, ૧૨-દુકાન, ૧૪-ડેરી ફાર્મ, ૧૫- હોટલ-રેસ્ટોરન્ટ તથા ૧૨-બેકરી સહિત કુલ ૮૭ સ્થળોએ ચેકીંગ હાથ ધરી કુલ ૯૭ કીલો વાસી ખોરાકનો નાશ કર્યો હતો અને ૪ ધંધાર્થીઓને નોટીસ પાઠવામાં આવી હતી.

૭૦ હજાર ઘરોનો સર્વે

કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ૭૦,૭૩૭ ઘરનો સર્વે કરી ૨૩૪૯ મકાનોમાં ફોગીંગ કરવામાં આવ્યુ હતુ. મચ્છર ઉત્પતિ સબબ ૮૬ને નોટીસ પાઠવામાં આવી છે.

ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીની સુચના અનુસાર ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી વેસ્ટ ઝોન ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, સીનીયર ફુડ ઇન્સ્પેકટર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરોઓ ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, રીતેશભાઇ પારેખ તથા ફુડ ઇન્સ્પેકટરો ચંદ્રકાંત ડી. વાઘેલા, હિમાંશુ જી. મોલિયા, કૌશિક જે. સરવૈયા, કેતન એમ. રાઠોડ તેમજ રાજુલ આર. પરમાર દ્વારા કરવામાં આવેલ હતી.(૨૮.૨)

(3:23 pm IST)