Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજમાર્ગો પર શુભેચ્છાના હોર્ડીંગનો અલભ્ય નજારો

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવેલ છે કે પ્રકાશનના પર્વ દિપાવલી તથા નુતન વર્ષના મંગલ પર્વે શહેરના રાજમાર્ગો પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શહેરીજનોને દિપાવલી તથા વિક્રમ સવંતનું નુતન વર્ષ સૌ કોઇ માટે સુખરૂપ, સમૃદ્ધિ, એશ્વર્ય અર્પનારૂ અને સ્વસ્થ આરોગ્યની પ્રાપ્તિ કરનારૂ નિવડે તેવી શુભેચ્છા પાઠવતા વિશાળ હોર્ડીંગસો-બેનરોથી બેનમુન નજારો છવાયો છે. તાજેતરમાં ગુજરાતની પેટાચૂંટણીમાં આઠે આઠ બેઠકો પર ભાજપના જવલંત વિજયથી સૌની ખુશી બેવડાઇ છે. આગામી સમયમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત અને તપસ્યાને કારણે ભાજપનો ભવ્ય વિજય થશે એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવેલ છે.

(2:44 pm IST)