Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

માનસિક મનોબળને લીધે વધુ ઝડપથી સાજા થાય છે કોરોનાના દર્દીઃ યશસ્વીબા જેઠવા

સિવિલ હોસ્પિટલના એચ.આર. મેનેજર અને તેમના પતિએ કોરોનાને હાર આપીઃ માસ્ક પહેરવા, હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અનુરોધ

રાજકોટ તા. ૧૪ : જયારે વ્યકિતને કોરોના રિપોર્ટ પોઝિટિવઆવે છે ત્યારે દર્દીએ માનસિક હિમ્મત રાખવાની છે. ફીઝીકલીસારવાર તો તબીબો દ્વારા કરવામાં આવે છે જ પણ આ સમયે દર્દી માનસિક રીતે મજબૂત હોય તે જરૂરી છે. હિંમત હાર્યા વગર કોરોનાંનો સ્ટ્રોગલીપ્રતિકાર કરવાથી રિકવરી વહેલી આવે છે. આ શબ્દો છે રાજકોટ પીડીયુ હોસ્પિટલમાં કોરોનાને મહાત કરનાર અને એચ આર તરીકે કામ કરતા શ્રી યશસ્વીબેન જેઠવાના...

રાજકોટના યસ્વિનીબેન પીડીયુ હોસ્પિટલ માં એચઆર મેનેજર તરીકે ઘણા સમયથી સેવા આપે છે. તેમના હેઠળ કોમ્પ્યુટર ઓપરેટર ,મેનેજમેન્ટના સ્ટાફ માર્ગદર્શન મુજબ કામ કરે છે. ગઇ તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પીડીયુ હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી હતી. સિવિલમાં કોરોના ની સારવાર માટે તબીબો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા સારામાં સારી સારવાર અને દર્દીઓ માટે સરકાર દ્વારા સારી સુવિધા છે તેમ જણાવતા યશસ્વી બેન કહે છે કે દર્દીઓએ મનોબળ મજબૂત રાખીને કોરોના નો સામનો કરવો જોઈએ. તબીબો દ્વારા સારવાર કરવામાં આવે છે ત્યારે જો મજબૂત મનોબળ રાખવામાં આવે તો ઘણો ફાયદો થાય છે .યશસ્વીબેન ના પતિ નો રિપોર્ટ પણ પહેલા પોઝિટિવ આવ્યો હતો. બંને પતિ-પત્ની આઇસોલેટેડ થયા હતા. પતિ-પત્ની બંને પોઝિટિવ હોય ત્યારે પરિવારમાં બાળકોને ઈન્ફેકશન ન લાગે તે માટે સાવચેતી રાખવી જોઇએ તેમ પણ તેઓએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું .

રાજકોટને કોરોના મુકત કરવા લોકોએ સાવચેત રહીને સતત માસ્ક પહેરવા, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ અપનાવવા જાગૃત રહેવા તેઓએ અપીલ કરી છે.

(1:39 pm IST)