Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

આંબેડકરનગરમાં લઘુશંકા કરવા જતી વખતે પગ અડી જતાં હસમુખને મિલને છરી ઝીંકી

યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા થોરાળા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૪: આજી વસાહતના આંબેડકરનગરમાં રહેતાં અને કોર્પોરેશનની કચરા ગાડીનું ડ્રાઇવીંગ કરતાં હમસુખભાઇ દિનેશભાઇ ચાવડા (ઉ.વ.૩૪)ને સાંજે સાડા આઠેક વાગ્યે આંબેડકરનગરના ખુણા પાસે હતો ત્યારે થોરાળાના એક શખ્સે પગ અડી જવા બાબતે ઝઘડો કરી પડખામાં છરી ભોંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળાના પીએસઆઇ એચ. બી. વડાવીયાએ હોસ્પિટલે પહોંચી હસમુખભાઇની ફરિયાદ પરથી મિલન પોપટભાઇ નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

હમસુખભાઇના કહેવા મુજબ પોતે રિક્ષામાંથી ઉતરી લઘુશંકા કરવા જતો હતો ત્યારે ત્યાંઉભેલા મિલનને ભુલથી પગ અડી જતાં ગાળો દઇ છરીથી હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(12:10 pm IST)