Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સોનિયા ટ્રેડર્સમાંથી લીધેલ સનફલાવર ઓઇલનો નમૂનો નાપાસઃ ભેળસેળ ખુલ્લી

સહકાર મેઇન રોડ, હરિધવા રોડ પરથી ડેરીમાંથી ર મોદક લાડુના નમુના લેવાયાઃ ફુડ શાખાનું ચેકીંગ

રાજકોટ તા. ૧૪ : મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે થોડા દિવસો અગાઉ જુનુ માર્કેટયાર્ડમાં સોનિયા ટ્રેડર્સમાં વ્હાઇટ સનફલાવર ઓઇલનો નમૂનો લેવાયો હતો જેમાં રાજય સરકારની લેબોરેટરીએ ફેઇલ કર્યો છે. કેમકે અન્ય હલકી કક્ષાના ખાદ્ય તેલની ભેળસેળ હોવાનું ખુલ્યુ હતું તેમજ હરિધવા અનેસહકાર મેઇન રોડ પરની મોદક લાડુના બે નમુના લેવામાં આવ્યા હતા.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગ સત્તાવાર જાહેર કરેલી વિગતો મુજબ ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમુના લેવામાં આવેલ છે જેમાં (૧) લાસા મોદક લાડુ (લુઝ) સ્થળ અશોક ડેરી ફાર્મ, સહકાર મેઇન રોડ, (ર) ચોકલેટ મોદક લાડુ (લુઝ) સ્થળઃ બાપાસિતારામ ડેરી ફાર્મ, હરિધવા રોડ સ્થળેથી લીધેલ છે.

નમુનો નાપાસ

તા.પ/૭/ર૧ ના રોજ જુનુ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ સોનિયા ટ્રેડર્સ નામની પેઢીમાંથી શંકાના આધારે વ્હાઇટ રીફાઇન્ડ સનફલાવર ઓઇલ (૧પ કિ.ગ્રા. પેકડ ટીન)ના કુલ ૩૯પ ટીન જેની કિંમત અંદાજીત ૯,૮૩,ર૧૮ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવેલ. જેમાંથી એફએસએસએ-ર૦૦૬ અન્યથી નમુનો એનાલીસીસ અથે લીધેલ, ફુડ એનાલીસ્ટના અભિપ્રાય મુજબ અન્ય હલકી કક્ષાના ખાદ્યતેલની ભેળસેળ. ખુલ્લતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. 

(4:17 pm IST)