Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સરગમ કલબ દ્વારા યોજીત સર્વરોગ નિદાન કેમ્પનો ૮૮૫ દર્દીઓએ લીધો લાભ : ૮૦ ડોકટરોની વિનામૂલ્યે સેવા

રાજકોટ : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મ દિવસે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો અને સારવાર મેળવી હતી. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ સરગમ કલબની પ્રવૃતિને બિરદાવી હતી અને કહ્યું હતું કે, આ સંસ્થા સેવા અને સંપતિનો સમન્વય છે. આ કેમ્પમાં શહેરના ૮૦ જેટલા ડોકટરોએ સેવા આપી હતી અને દર્દીઓને વિનામૂલ્યે દવા આપી હતી. સરગમ કલબ અને સ્વ. સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ)ના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં પંચનાથ હોસ્પિટલ ઉપરાંત કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, અશોક ગોંધિયા મેમોરીયલ ટ્રસ્ટ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ, ઇન્ડિયન મેડીકલ એસોસિએશન અને જે.વી.શેઠિયા ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કેમ્પનું ઉદ્દઘાટન વજુભાઈ વાળાના હસ્તે કરાયુ હતુ. બાદમાં  મેયર પ્રદીપભાઈ ડવ, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી, મ્ય.ુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પ્રાસંગીક પ્રવચન કરી સરગમ કલબને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને હજારો દર્દીઓ આ કેમ્પનો લાભ લઇ ચુકયા છે.  આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, દેવાંગભાઈ માંકડ, ચંદ્રકાંતભાઈ શેઠ, લલીતભાઈ રામજીયાણી, નવીનભાઈ ઠક્કર, જગદીશભાઈ ડોબરિયા, એમ.એમ.ફાઉન્ડેશનના નંદલાલભાઈ માંડવીયા, વલ્લભભાઈ કથીરિયા, ગોપાલ નમકીનના બીપીનભાઈ હદવાણી, પરસોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢિયા, રાકેશભાઈ પોપટ, યુસુફભાઈ જુણેજા, હરીસીંગ સુચરિયા, ડો. રાજેશભાઈ તેલી, ડો. અમિત હપાણી, ડો. પારસ શાહ, ડો. રશ્મી ઉપાધ્યાય ઉપરાંત ચંદ્રિકાબેન ધામેલીયા, લતાબેન તન્ના, કાંતાબેન કથીરિયા, કુંદનબેન રાજાણી, આશાબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પંચનાથ હોસ્પીટલના ચેરમેન દેવાંગભાઈ માંકડે સ્વાગત પ્રવચન કર્યું હતું. કેમ્પમાં  કુલ ૮૮૫ દર્દીઓ આવ્યા હતા અને તે પૈકી ૨૦૦ દર્દીને ચશ્માં વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ સિવાય ૪૫ દર્દીઓના એકસ રે, ૧૫ ની સોનોગ્રાફી અને ૮૭ ના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ દર્દીને ચા-કોફી પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, મનમોહન પનારા, ઉપરાંત કમિટી મેમ્બરો વગેરેએ ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. માલાબેન કુંડલીયાએ કર્યું હતું જયારે આભારવિધિ ડો. રાજેશ તેલીએ કરી હતી. 

(4:12 pm IST)