Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગંજીવાડામાં વરસાદમાં ન્હાઇ રહેલા રાજૂ પર પથ્થરમારો થયો

જુના મનદુઃખમાં કુટુંબી ભાઇઓ-બહેને હુમલો કર્યાનું યુવાનનું કથન

રાજકોટ તા. ૧૪: ગંજીવાડા શેરી નં. ૨૬માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં રાજુ ખીમજીભાઇ ગોહેલ (ઉ.વ.૩૦)ને તે ગઇકાલે બપોર બાદ ત્રણેક વાગ્યે પોતાના ઘર બહાર વરસાદમાં ન્હાવાની મજા માણી રહ્યો હતો ત્યારે નજીકમાં જ રહેતાં તેના કુટુંબી ભાઇઓ નરેશ, કનુ અને બહેન વિજુબેને હુમલો કરી પથ્થરમારો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. રાજુના કહેવા મુજબ પોતાને કુટુંબી ભાઇઓ સાથે જુનુ મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી ઓચીંતો હુમલો કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 

(3:27 pm IST)