Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ મેડીકલેઇમ ચુકવવા ગ્રાહક ફોરમનો ચુકાદો

રાજકોટ તા. ૧૪: રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ મેડીકલેઇમ ચુકવણી કરવા સબબ બેદરકારી, ગ્રોસ નેગ્લીજન્સી દાખવેલ હોવાનું સાબિત માની રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે કલેઇમ કેસ મંજુર કરેલ હતો.

રાજકોટમાં ૩૪-ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા જાણીતા વેપારી તથા સીનીયર સીટીઝન શ્રી સુરેશભાઇ શાંતિલાલ માણેક કે જેઓએ રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી મેડીકલેઇમ લીધેલ. અને તે અંગેનું પ્રિમીયમ નિયમીતપણે ચુકવેલ અને ઇન્સ્યોરન્સ પોલીસીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની તમામ પ્રક્રિયાનું પાલન કરેલ અને વર્તન કરેલ. તેમજ પોલીસીની સમય મર્યાદામાં જ તા. ર૩-૦૭-ર૦ર૦ના રોજ ડાબી આંખનું મોતિયાનું ઓપરેશન રાજકોટના પ્રખ્યાત આઇ સર્જનશ્રી બાવીસી દ્વારા કરવામાં આવેલ અને તે અંગેનું બીલ મુજબ મેડીકલેઇમ રૂ. ૪૧,૬૬૬/- નો કલેઇમ રજુ કરેલ. પરંતુ રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ, પોલીસીની શરતો વિરૂધ્ધ જઇને, ખોટા અને માની ન શકાય તેવા બહાના બતાવીને, રેકર્ડ ઉપર રજુ થયેલ સચોટ પુરાવાઓનું ખોટું અર્થઘટન કરીને, અગાઉની પોલીસીઓ ત્રણ રજુ કરેલ છતાં પણ તે ધ્યાને લીધા વગર કલેઇમ રીજેકટ કરેલ. આથી અરજદાર સુરેશભાઇ માણેકે એડવોકેટશ્રી હર્ષદકુમાર એસ. માણેક દ્વારા રાજકોટના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ રીલાયન્સ કંપની વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ. ચાલુ કેસ દરમ્યાન અરજદારની જુબાની, રજુ થયેલ પુરાવાઓ તથા દલીલો રજુ કરેલ અને ફરિયાદ અરજી મંજુર કરવા જણાવેલ અને કલેઇમ મુજબની રકમ મંજુર કરવા જણાવેલ. આવી તમામ વિગતો અને હકીકતો જીલ્લા ગ્રાહકના પ્રમુખ જજ શ્રી વાય. ડી. ત્રિવેદી એ ફરિયાદ અરજી મંજુર કરેલ છે અને રીલાયન્સ કંપનીને એક માસની અંદર કલેઇમ મુજબની રકમ રૂ. ૪૧,૬૬૬/- તથા ૬% વ્યાજ સહિતની રકમ તેમજ રૂ. ૩,૦૦૦/- ફરિયાદ ખર્ચના ચુકવી આપવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી-સુરેશભાઇ શાંતિલાલ માણેક વતી રાજકોટના ધારાશાસ્ત્રીઓ વિરેન્દ્રકુમાર સી. દોશી, શ્રી હર્ષદકુમાર એસ. માણેક, મનીષભાઇ બી. ચૌહાણ, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા, હેતલબેન ભટ્ટ રોકાયેલ છે. 

(3:27 pm IST)