Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

GSTR-3B ફાઇલ કરવાની મુદત ૩૦ મી સુધી લંબાવાઇ

ચેમ્બરની GST અવેરનેશ મીટીંગમાં જાહેરાત

રાજકોટ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા  GST ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે કન્ડકટીંગ ફોર રીવોકેશન ઓફ જીએસટી રજીસ્ટ્રેશન અંગે મીટીંગ યોજવામાં આવેલ. જેમાં ખાસ CGST ડીવી.૧ના આસી. કમિશ્નર શ્રી રાજુ જેટલી, ડીવી.-રના આસી. કમિશ્નર શ્રી નિરંજનસિંઘ તથા સુપ્રીટેન્ડન્ટ શ્રી કે.જે.જોશી, બી.બી.સિંઘ તથા રાહુલ દવે તેમજ રાજકોટ ચેમ્બરના જોઇન્ટ સેક્રેટરી કિશોરભાઇ રૂપાપરા, કારોબારી સભ્ય વિનોદભાઇ કાછડીયા તથા નિલેશભાઇ ભાલાણી ઉપસ્થિત રહેલ.

આસી. કમિશ્નરશ્રી રાજુ જેટલી દ્વારા વિસ્તૃત જાણકારી આપતા જણાવાયેલ કે સરકાર દ્વારા નોટીફીકેશન નં. ૩૩/૨૦૨૧ અંતર્ગત  GST એમ્નેસ્ટી સ્કીમ હેઠળ જુલાઇ ર૦૧૭ થી એપ્રિલ ર૦ર૧ સુધીના  GSTR-3B  ફાઇલ સમય કરવાની મર્યાદા તા.૩૦-૯-ર૦ર૧ સુધી લંબાવવામાં આવેલ છે. તેમજ નોટીફીકેશન નં. ૩૪/૨૦૨૧ અંતર્ગત કલમ ર૯ (ર) હેઠળ જો કરદાતાઓ ૧, માર્ચ ર૦ર૦ થી ૩૧ ઓગષ્ટ -ર૦ર૧ ની વચ્ચે આવતા હોય તો GST નોંધણી રદ કરવા માટેની સમય મર્યાદા તા.૩૦-૯-૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. તે અંગે પાવર પોઇન્ટ પ્રોઝન્ટેશથી સરળ ભાષામાં વિસ્તૃત જાણકારી આપેલ. મીટીંગના અંતે ઉપસ્થિત અધિકારીઓ તથા સભ્યનું આભારદર્શન વિનોદભાઇ કાછડીયાએ કરેલ. 

(3:26 pm IST)