Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રૈયા ગામ પાસે પાણીમાં ફસાયેલા માતા-પુત્રીને બચાવતી પોલીસ

રાજકોટ : શહેરમાં ગઇ કાલે ભારે વરસાદના કારણે જુદા-જુદા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા પણ પાણી ભરાયેલા વિસ્તારમાં બેરીકેડ કરી બંદોબસ્ત ગોઠવી બચાવ કામગીરી કરી હતી. દરમ્યાન રૈયા ગામ પાસે ગંગોત્રી મેઇન રોડ પર ફોર વ્હીલ વરસાદી પાણીમાં બંધ પડેલ હોય જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડા તથા પી.એસઆઇ એ.બી.વોરા, બી.જી.ડાંગર સહિતના સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી કારમાંથી કિંજલબેન કિશનભાઇ હીરાણી તથા તેની પુત્રી અને ભાઇને કારમાંથી બહાર કાઢી પોલીસની બોલેરોમાં બેસાડી તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. 

(3:25 pm IST)