Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વોર્ડ નં. ૧૭ ના કોર્પોરેટર કિર્તીબા રાણા ખડેપગે

શહેરમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બનેલ છે ત્યારે ભારેખમ વરસાદથી રાજકોટના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૭ ના જાગૃત કોર્પોરેટર કિર્તીબા રાણા વ્હેલી સવારથી જ વોર્ડમાં આવેલ નીચાણવાળા વિસ્તારો જેમ કે ઘનશ્યામનગર, આશાપુરા, હસનવાડી, સહકાર, નંદા હોલ તેમજ હુડકો વિસ્તારમાં જઇ રાહત કામગીરીની વ્યવસ્થા સંભાળી હતી અને પુરગ્રસ્તોના ખબર-અંતર પૂછયા હતા તેમજ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન કરી લોકોના ઘરમાં ઘુસેલ પાણીનો નિકાલ કરાવ્યો હતો. તેમજ વરસાદી વાતાવરણ દરમ્યાન કોઇ અકસ્માત ન સર્જાયા કે જાનમાલની હાનિ ન સર્જાય તે માટે લોકોને ડ્રેનેજના ઢાંકણા ન ખોલવા માટે અપિલ કરી હતી. 

(3:22 pm IST)