Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

શહેરમાં કોવિડ-૧૯ નિયમ ભંગ બદલ ૩ ચા ની હોટલ-૧પ લોકોને ર૧ હજારનો દંડ

રાજકોટ : શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુર્ત જ દબાણ હટાવ શાખા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આજ તા. ૧૪ ના રોજ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૧૫ આસામીઓ પાસેથી રૂપિયા ૧૫ હજાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૦૩ ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા ૬ હજાર નો દંડ વસુલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું હતું. ગુરૂ પ્રસાદ ચોક, ચામુંડા ટી સ્ટોલ – રાજનગર અને જય સીયારામ ટી સ્ટોલ – રાજનગર સહિતના  કોરોના સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આપણી અને આપણા પરિવાર માટે ખુબ જ જરૂરી છે. કોરોનાનો ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહયોગ આપીએ. જાહેરમાં જવાનું ટાળો, બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરો, વારંવાર હાથ સાબુથી સાફ કરવા જેવી સાવચેતી જાળવવી ખુબ જ જરૂરી છે.

(3:57 pm IST)