Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સાવચેતી : મ.ન.પા.દ્વારા મોલ સહિતના સ્થળોએ કોરોના સામે જાગૃતિ દાખવવા સ્ટીકર લગાવાયા

રાજકોટઃ કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે યુધ્ધના ધોરણે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં એક મહત્વપૂર્ણ બાબત છે જનજાગૃતિ. મનપા દ્વારા લોકોને જાગૃત અને સતર્ક કરવા કચેરીમાં પીળા રંગના સ્ટીકર લગાવવામાં આવેલા છે. જેમાં રિલાયન્સ મોલ, બિગ બઝાર, ડી માર્ટ, કોઠારિયા મેઈન રોડ પર એકોર્ડ હાઈપર માર્કેટ વગેરે સ્થળો ફેઈસ માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા, સ્વચ્છતા જાળવવા, છીંક કે ઉધરસ આવતી વખતે મ્હો રૂમાલથી કવર કરવા, પગથીયા ચડતી વખતે રેલીંગને સ્પર્શ ન કરવા, હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્તે મુદ્રાનો પ્રયોગ કરવા સહિતના સૂત્રો લખી કોરોના સામેની લડતમાં નાગરિકોને સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવેલ છે.

(3:56 pm IST)