Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પૂ. ધિરજમુનિ મ.સા.ના અનુગ્રહે

મુંબઇના વિરારમાં નૂતન ઉપાશ્રય, આયંબિલ ભવનનું નુતનીકરણ કરાશે

ઉપાશ્રયના દાતા સંઘાણી પરિવાર : આયંબીલ ભવનના દાતા સંઘવી પરિવાર

રાજકોટ, તા. ૧૪ : શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-વિરાર (વેસ્ટ)માં રપ વર્ષથી ઉપાશ્રય નિર્માણ યોજનાને ર વર્ષ પૂર્વે માત્ર ૬૩ દિવસમાં પુર્ણ કરાવનાર શય્યાદાન મહાદાનના પ્રણેતા પૂ. શ્રી ધીરજમુનિફ મ.સા.ના અનુગ્રમથી ઉપાશ્રય નાનોા પડતાં વિસ્તૃતિકરણ યોજનામાં માત્ર ર દિવસમાં માતબર અનુદાનથી હર્ષોલ્લાસ છવાયો છે.  સંઘના ઉત્સાહી મંત્રી એડવોકેટ દીપ્તિ શાહના જણાવ્યાનુસાર ઉપાશ્રયની જોડાજોડ જમીનની ખરીદી કરાતાં ગોંડલ નિવાસી હાલ અંધેરી માતુશ્રી ચંપાબેન કાંતિલાલ ભાઇચંદ સંઘાણી હ. જયેશભાઇ સંઘાણીએ નામકરણનો લાભ લેતા વિમલનાથ જૈન ઉપાશ્રય અને આયંબિલ ભવનનો લાભ શ્રીમતી માલિનીબેન કિશોરભાઇ સંઘવી પરિવાર તેમજ આયંબિલ હોલનો દીપ્તિબેન શૈલેશભાઇ શાહ અને સ્વાધ્યાય ગૃહનો ઇન્દિરાબેન પ્રવીણચંદ્ર શાહ હ. અપૂર્વ સૌરભ શાહ અને તેજલ મોદી (અમેરિકા) એ લીધેલ છે. આમ માત્ર ર દિવસમાં દાતાઓની દિલાવરીથી કાર્ય સંપન્ન થયેલ. રૂ. ૧૧ હજારની નિર્માણ યોજનામાં ૧૦૮ નામની રહેલમાં ભાવિકો દાન ગંગોત્રી વહાવી રહ્યા છે. નિર્માણ યોજનામાં હર્ષાબેન શરદભાઇ શેઠ, અમીશા નીરજ વોરા, કિરીટભાઇ શેઠ, તારાગૌરી એન. અવલાણી, પ્રસનભાઇ ટોલીયા, દમયંતીબેન કે. મહેતા વગેરે જોડાયા છે. વધુ વિગત માટે મો. ૯૩ર૩૬ ૩૧૦૪૭.

(3:56 pm IST)