Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

પોલીસ સ્ટાફના ગ્રેડ પે અંગે રાજ્ય સરકારે 500 કરોડથી વધુ રકમ ફાળવવા અંગેનો લીધેલ નિર્ણય આવકારદાયક:સંદીપ સિહ

ઉતર સૌરાષ્ટ્રના વડા રાજકોટ રેન્જ આઇજી મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીનો આભાર વ્યકત કર્યો

રાજકોટ રેન્જના આઇ.જી.પી.શ્રી સંદિપ સિંહ દ્રારા ગુજરાત સરકાર દ્રારા આજરોજ કરવામાં આવેલ નિર્ણયને આવકારી ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી અને ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત પોલીસના પગાર વધારા માટે ઘણા લાંબા સમયથી ચાલતા મુદ્દાની ગુજરાત સરકાર દ્રારા સહાનુભુતી પુર્વક વિચારણા કરી તેમજ કમીટીની રચના કરી ગુજરાત પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવારની લાગણીઓ તથા માંગણીઓ પ્રત્યે ગુજરાતની સંવેદનશીલ સરકારે સંવેદના દાખવી કમીટી દ્રારા રજુ કરવામાં આવેલ રીપોર્ટ નો ગંભીરતા પુર્વક અભ્યાસ કરી ગુજરાત રાજ્યના માન.મુખ્ય મંત્રીશ્રી તથા ગૃહ રાજય મંત્રીશ્રી દ્રારા ગુજરાત પોલીસ તથા પોલીસ પરિવાર માટે વાર્ષિક રૂ.૫૫૦ કરોડથી વધુ રકમનુ ભંડોળ ફાળવવાનો આજ રોજ નિર્ણય કરેલ છે. જે ગુજરાત પોલીસ અને પોલીસ પરિવાર પ્રત્યેના હકારાત્મક નિર્ણય બદલ ફરીથી સરકારનો આભાર વ્યકત કરેલ હતો .

 

(10:44 pm IST)