Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

પડધરીના તરઘડી ખાતે રાજકોટ જિલ્લાનો સ્‍વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ : જીતુભાઇના હસ્‍તે ધ્‍વજવંદન : શાનદાર પરેડ

સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું સન્‍માન : વિવિધ ટેબ્‍લોનું ખાસ આકર્ષણ : ખાસ રીહર્સલ યોજાયું

રાજકોટ તા. ૧૩ : ભારતની આઝાદીના ૭૬માં વર્ષમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે  ત્‍યારે  તા. ૧૫ ઓગસ્‍ટનો  જિલ્લા કક્ષાનો ધ્‍વજારોહણ કાર્યક્રમ પડધરી તાલુકામાં તરઘડી ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે સવારે ૯ વાગ્‍યે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્‍થિતિમાં યોજાશે. મંત્રીશ્રી વાઘાણીના હસ્‍તે ધ્‍વજવંદન થયા બાદ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો  તથા સ્‍વાતંત્ર્ય સેનાની તથા વિશિષ્ટ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરવામાં આવશે.

ધ્‍વજવંદન બાદ શાનદાર પરેડ થશે, ૧ કલાકનો ભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો છે. પુરવઠા સહિતની સરકારી કચેરીઓના ટેબ્‍લોનું ખાસ આકર્ષણ રહેશે, તરઘડી ગામને ખાસ શણગારાયું છે, તમામ કર્મચારીઓ - અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઇ છે, આજે ખાસ રીહર્સલ યોજાયું હતું.

(1:25 pm IST)