Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

નેપાળથી રાજકોટ દવા લેવા આવેલો યમબહાદુર આઠ મહિનાથી લાપત્તા

મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે રેસ્ટોરન્ટ ધરાવતાં મિત્રએ ગૂમ થયાની જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૪: મુળનેપાળનો વતની યમબહાદુર શેરબહાદુર ડાંગી (ઉ.વ.૩૩) નેપાળથી રાજકોટ મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે ઢાબા જંકશન રેસ્ટોરન્ટ ધરાવતાં મિત્ર ચંદ્રેશભાઇ નીસરભાઇ સોનીને ત્યાં પોતાની માનસિક તકલીફની દેવા લેવા આવ્યો હોઇ અહિ આવ્યાના બીજા દિવસે તા. ૨૪-૧૨-૨૦ના રાતે નવેક વાગ્યે કયાંક નીકળી ગયો હતો. તેની અત્યાર સુધી ઠેકઠેકાણે શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં ચંદ્રેશભાઇએ એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ ભરતસિંહ વી. ગોહિલે તપાસ આદરી છે. તસ્વીરમાં દેખાતા યુવાન વિશે કોઇને માહિતી મળે તો એ-ડિવીઝન પોલીસને ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર જાણ કરવી. 

(3:29 pm IST)