Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ વોર્ડ ૧૦ પાસે અજાણ્યા વૃધ્ધાનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરો

રાજકોટ તા. ૧૪: સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં. ૧૦ પાસેથી અજાણ્યા આશરે ૬૫ વર્ષની ઉમરના વૃધ્ધા બિમારી સબબ બેભાન હાલતમાં મળી આવતાં વોર્ડ નં. ૧૧માં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તસ્વીરમાં દેખાતા મૃતક વૃધ્ધાના કોઇ વાલીવારસ કે પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ કે.વી. માલવીયા અને રામજીભાઇ પટેલે કાર્યવાહી કરી હતી. વધુ તપાસ વી. બી. રાજપૂત કરે છે. 

(3:29 pm IST)