Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

માર્કેટયાર્ડની આખરી મતદાર યાદી પ્રસિધ્ધઃ ૭ માંથી ૫ વાંધા ફગાવાયા : ડી.કે.જુથ ગેલમાં

કુલ ૨૧૨૪ મતદારો : હરદેવસિંહ, ઢાંકેચા, સાવલિયા વગેરેના નામ યથાવત : ધારાસભ્ય જુથના હાથ હેઠા : બાબુ નસિત કહે છે મારા વાંધા માન્ય ન રાખવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં જવાની તૈયારી

રાજકોટ,તા. ૧૪ : બેડી માર્કેટયાર્ડની ૭ ઓકટોબરે યોજાનાર બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી માટેની આખરી મતદાર યાદી આજે પ્રસિધ્ધ થઇ છે. જેમાં ૭ પૈકી ૫ વાંધા સક્ષમ અધિકારીએ ફગાવી દેતા પૂર્વ જિલ્લા પ્રમુખ ડી.કે.સખિયાના જુથને હાશકારો થયો છે. આ જુલ ગેલમાં આવી ગયું છે. ધારાસભ્ય અરવિંદ રૈયાણી જુથના ગણાતા આગેવાનો દ્વારા લેવાયેલા ૨ વાંધા માન્ય રહ્યા છે. ૫ વાંધા અમાન્ય થયા છે. સક્ષમ અધિકારીના નિર્ણય સામે હાઇકોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે. ત્રણ વિભાગના કુલ ૨,૧૨૪ મતદારો થયા છે.

બેડી યાર્ડની ચૂંટણીમાં કોંગી ચિત્રમાં નથી. ભાજપ સામે ભાજપનું જુથ છે. ચૂંટણી સમરસ કરવાના દાવા વચ્ચે સંઘર્ષ ચાલુ છે. રાજકોટ લોધિકા સંઘ પ્રોસેસીંગ મંડળી, ન્યારા મંડળી, રાજરામઢીયાળા મંડળી વગેરે સામેના વાંધા અમાન્ય રહ્યા છે. રા.લો.સંઘ પ્રોસેસીંગ મંડળી સામે તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસિતે વાંધો લીધેલ તે સક્ષમ અધિકારીએ કાઢી નાખતા હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, પરસોતમ સાવલિયા, વગેરેના નામ યથાવત રહ્યા છે. પીપરડી અને ચાંદાનનો વાંધો પણ નીકળી ગયો છે. બોડીઘોડી મંડળી સામેનો વાંધો પાછો ખેંચાયેલ. લોધિકા મંડળી સામેનો વાંધો માન્ય રહેતા ભરતસિંહ જુથના ૧૭ જેટલા મતદાર નામ રદ થયા છે. આખરી મતદાર યાદી મુજબ ખેતીમાં ૧૪૨૯, વેપારી વિભાગમાં ૫૭૦ અને સંઘ વિભાગમાં  ૧૨૫ મતદારો રહ્યા છે.

(3:29 pm IST)