Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

શિવનગરમાં બહેન સાથે ઘરકામ માટે ઝઘડો થતાં ૧૫ વર્ષની નીમુનો આપઘાત

રાજકોટ તા. ૧૪: કુવાડવા રોડ પર શિવનગર-૩માં રહેતી નીમુ ભટુભાઇ દહેકીયા (ઉ.વ.૧૫)ને મોટી બહેન સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં માઠુ લાગી જતાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. નીમુ પાંચ બહેન અને બે ભાઇમાં સોૈથી નાની હતી. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(3:28 pm IST)