Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મ.ન.પા.ની ડાયરીમાં ''રામવન''નું આકર્ષક મુખપૃષ્ઠ

''ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભાવિ-યોજના''ની ડાયરીમાં નોંધ : ર૦ર૧ પુરૂ થવાનાં ત્રણ મહિના બાકી છે ત્યારે ડાયરી પ્રસિધ્ધ કરાઇ : તંત્રની અસહ્ય ઢીલી નીતિને કારણે લાખોનો ખર્ચ થોડા મહિનાઓમાં જ 'પસ્તી' થઇ જશે

રાજકોટ, તા. ૧૪ : મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રસિધ્ધ કરાયેલ વર્ષ ર૦ર૧-રર ની ડાયરીમાં ઇતિહાસમાં ભાવિ પ્રોજેકટ ''રામવન''નું આકર્ષણ મુખ્યપૃષ્ઠ બનાવવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા આ વર્ષે પાંચ મહિનાઓ બાદ ડાયરી બહાર પાડતા થોડા મહિનામાં જ પસ્તી થઇ જશે. તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા દર વર્ષે તંત્ર દ્વારા થયેલા વિવિધ પ્રોજેકટની માહિતી પદાધિકારીઓ, કોર્પોરેટર અધિકારીઓના ફોટા તથા વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓના ફોન નંબર સહિતની માહિતીઓ સાથે મોટી અને નાની ડાયરી પ્રસિધ્ધ કરી છે.

તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરેલ ડાયરીમાં આ વર્ષે પ્રથમ વખત આજીડેમ પાસે તૈયાર થઇ રહેલ ''રામવન'' પ્રોજેકટનું આકર્ષણ મુખ પૃષ્ઠ બનાવવામાં આવ્યું છે.

સામાન્ય રીતે તંત્ર દ્વારા એપ્રિલ મહિનામાં મોટી-નાની ડાયરી પ્રસિધ્ધ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ડાયરી લોકોને આપવામાં આવે છે.

મનપા દ્વારા અંદાજીત ૧૧ લાખના ખર્ચે ૬ હજાર ડાયરી છપાવવામાં આવી છે. આ ડાયરી મેયર, ડે. મેટર, સ્ટેન્ડિગ કમિટી ચેરમેનને રપ૦-રપ૦  તથા નેતા-દંડકને ૧૦૦-૧૦૦ તેમજ કોર્પોરેટરોને ૩૦-૩૦ આપવામાં આવે છે તેમ તંત્રના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. 

(3:28 pm IST)