Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઝંડા ઉંચા રહે હમારા

આવતીકાલે દેશભરમાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. આન બાન શાનથી ત્રિરંગો લહેરાશે. ચોમેર દેશભકિતનો માહોલ છવાયો છે. લોકો ત્રિરંગી કેપ અને ત્રિરંગી વસ્ત્રો પહેરીને તેમજ ત્રિરંગી ટેટુ દોરાવીને દેશભકિત વ્યકત કરી રહ્યા છે. ઘરે ઘરે અને ઓફીસો પર પણ ત્રિરંગી ઝંડીઓ ફરકાવી રાષ્ટ્રપ્રેમ વ્યકત થશે. તમારા રાષ્ટ્રપ્રેમથી કોઇને પેટીયુ રળવાની તક પણ મળતી હોય છે. ઉપરોકત તસ્વીરમાં બે પૈસા કમાવાની આશાએ ફુટપાથ પર બેસી ત્રિરંગી ઝંડી અને ત્રિરંગી ફુગ્ગાનું વેંચાણ કરી રહેલ નાના ધંધાર્થી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:27 pm IST)