Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કાલે સ્વાતંત્ર્ય પર્વ : વતન પ્રેમ છલકાશે

સરકારી ગાઇડ લાઇનને અનુસરીને ગોઠવાયા ધ્વજ વંદન અને દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમો : ચોમેર અદમ્ય ઉત્સાહ

રાજકોટ તા. ૧૪ : કાલે દેશના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરાશે. આન, બાન, શાનભેર ત્રિરંગો લહેરાશે. અદબબેર સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગવાશે.

કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે કાલે ધ્વજવંદન અને દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. આવતી કાલે ચોમેર વતન પ્રત્યેનો પ્રેમ વરસી પડશે. ત્યારે રાજકોટમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા ધ્વજ વંદન તેમજ દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના થયેલ આયોજનોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

આર્ય સમાજ માયાણીનગર

આર્ય સમાજ માયાણીનગર ખાતે કાલે તા. ૧૫ ના રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે ૭૫ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે. વનપ્રસ્થ સાધક આશ્રમ રોજડથી પધારેલ પૂ. આચાર્ય કર્મવીરજીના હસ્તે ધ્વજવંદન કરાશે. આર્યસમાજના અધિકારીગણ અને ઉપસ્થિત ભાઇ બહેનો દ્વારા રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાશે.

નરેન્દ્ર મોદી વિચાર મંચ

નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ દ્વારા કાલે તા. ૧૫ ના ૭૫ માં સ્વાતંત્ર્યદિન  નિમિતે શહેર યુવા ભાજપ મહામંત્રી કિશનભાઇ ટીલવાના હસ્તે ધ્વજ વંનનો કાર્યક્રમ સવારે ૭.૩૦ વાગ્યે અક્ષર સ્કુલ બાલાજી પાર્ક, નાગબાઇ પાન સામે, ૮૦ ફુટ રોડ, કુવાડવા રોડ ખાતે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસો.ના રાજયના સચિવ સેન્જલભાઇ મહેતા, સ્વદેશી જાગરણ મંચ પશ્ચિમ સંયોજક રમેશભાઇ દવે, શહેર અધ્યક્ષ ગૌતમભાઇ પટેલ, સંગઠન મંત્રી અશોકભાઇ જાદવ, વોર્ડ નં. ૭ ના અધ્યક્ષ પુજાબેન ત્રિવેદી, વોર્ડ નં. ૧૩ ના અધ્યક્ષ કુલદીપભાઇ અંબાસણા ઉપસ્થિત રહેશે.

શહેર ભાજપ કાર્યાલય

શહેર ભાજપ કાર્યાલય કરણપરા ખાતે કાલે સવારે ૮.૩૦ વાગ્યે ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના હસ્તે ધ્વજવંદન થશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં તીરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કરાશે. ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે અનુરોધ કર્યો છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક

નાગરિક સહકારી બેંક દ્વારા કાલે ૧૫ ઓગષ્ટના સવારે ૯ વાગ્યે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે બેંકની હેડ ઓફીસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે ધ્વજ વંદન  યોજાશે. રાજકોટના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે  હસમુખભાઇ પટેલ (સ્વયંસેવક સંઘ વ્યવસ્થા પ્રમુખ પશ્ચિમ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા) ઉપસ્થિત રહેશે. સર્વે બોર્ડ ઓફ ડીરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલીગેટ અને કર્મચારીઓ-કાર્યકર્તાઓએ ં ઉપસ્થિત રહેવા બેંકના ચેરમેન નલીનભાઇ વસા અને વાઇસ ચેરમેન શૈલેષભાઇ ઠાકરે અનુરોધ કરેલ છે.

કુંડલિયા કોલેજ અને ગાંધી ટ્રસ્ટ

શ્રીમતી જે. જે. કુંડલિયા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ તથા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તા. ૧પ ઓગસ્ટના સવારે ૮.૩૦ કલાકે ૭પ માં આઝાદી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાજયના પૂર્વ શ્રમ મંત્રી મનસુખભાઇ જોશીના હસ્તે ધ્વજવંદન કરાશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દેશભકિત ગીતો-નૃત્યની વિવિધ કૃતિઓ રજુ કરશે. તેમ કોલેજના પ્રિ. ડો. યજ્ઞેશ એમ. જોશીની યાદીમાં જણાવાયું છે. 

(3:26 pm IST)