Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

લોકશાહીમાં પ્રજાનો પવિત્ર અને અનમોલ ગ્રંથ 'બંધારણ'

અનેક જ્ઞાતિ, ધર્મ, ભાષા, સંસ્કૃતિ, રીતીરિવાજો ધરાવતા આપણા દેશ ભારતના બંધારણની જાણવા જેવી રસપ્રદ વિગતો વર્ણવે છે જનજાગૃતિ અભિયાન મંચના તખુભા રાઠોડ : ભારતના બંધારણનું સુચન બ્રિટીશ વડાપ્રધાન મી કલેમેન્ટનું હતું : સુપ્રિમ કોર્ટની કાર્યપધ્ધતિના સિધ્ધાંતો જાપાન, પંચવર્ષીય યોજનાની નિતી રશીયા અને સ્વતંત્રતા - સમાનતાના વિચારો ફ્રાંસ પાસેથી અપનાવાયા છે : બંધારણ હિન્દી અને અંગે્રજીમાં હાથેથી લખાયેલ છે જેના રપ ભાગ–૪૪૮ કલમ અને ૧ર–શેડયુઅલ ર૩૧ પાનામાં સમાવેલ છે જે વિશ્વનું મોટુ બંધારણ છે : બંધારણ સભામાં કુલ સભ્યો ર૮૪ હતા જેમાં ૧પ મહિલા સભ્ય હતી : બંધારણને પૂર્ણ કરતા ર વર્ષ–૧૧ મહિના ને ૧૮ દિવસ થયેલ : બંધારણ ઘડવાનો ખર્ચ તે સમયે રૂ। ૬૩,૯૬,૭ર૯ નો થયેલ : હિન્દીમાં સુંદર અક્ષરે બંધારણ લખવાની કામગીરી શ્રી પે્રમ બિહારી રાયજાદા અને અંગે્રજીમાં શ્રી રામમનોહર સિંહાએ કરેલ છે : બંધારણના વિવિધ પાનામાં કલા–કારીગીરીના ચિત્રો દોરવાની અતિ સુંદર કામગીરી પ્રસિદ્ઘ કલા સંસ્થા શાંતિનિકેતનના શ્રી નંદલાલ બોઝએ કરેલ : બંધારણનો અભ્યાસ કરવા ઇચ્છતા લોકોને બંધારણની નકલ પ્રસિદ્ઘ પુસ્તકોની દુકાનથી ઇન્ટરનેટ પર પીડીએફમાં મળી શકે છે.

રાજકોટ : આઝાદીના પાવન પ્રસંગે જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ વાંચકોને આપણા ભવ્ય અને જાજરમાન 'બંધારણ' અંગેની કેટલી રસપ્રદ વિગતોથી વાકેફ કરતા જણાવે છે.

વિશ્વના લોકશાહી દેશોની પ્રજા માટે બંધારણ અણમોલ ગં્રથ ગણાય. બ્રિટીશ હકુમતે આપણા દેશને ૧૯૪૭–૧પ ઓગષ્ટમાં આઝાદી આપેલ ને ૧૯૪૯ ની ર૬ મી નવેમ્બરે દેશ બંધારણ સ્વીકારેલ ને ૧૯પ૦–ર૬ મી જાન્યુઆરીથી બંધારણ અમલમાં આવેલ છે તે સમયે દેશની ૩૬ કરોડની વસ્તી હતી. વિશાળ દેશમાં અનેક જ્ઞાતિની પ્રજા આ પ્રજાના અનેક ધર્મ, વિવિધ ભાષાઓ, વિભિન્ન સંસ્કૃતિ અલગ અલગ રીતી રિવાજો હોવા છતા આપણે પ્રજાતંત્રની રાહ અપનાવેલ ત્યારે વિશ્વ આ દેશ અખંડ રહી લોકશાહી પદ્ઘતિથી કેમ ચાલશે એ જોવા ઉત્સુકને આતુર હતો. આજ આપણે દેશ વિશ્વના ઉત્તમ લોકશાહી દેશમાં સર્વોત્તમ સ્થાને ગણાય છે. જે આપણા માટે ગૌરવની બાબત છે. બંધારણ વાંચવુ ન ગમે પણ દેશના બુદ્ઘિજીવી નાગરીકો અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બંધારણનો અભ્યાસ કરી પ્રજાના અધિકારો અને ફરજો અંગે વાકેફ હોવુ જરૂરી છે.

  • આપણા ભવ્ય અને જાજરમાન બંધારણની કેટલીક જાણવા જેવી બાબતો

.   ભારતને બંધારણ આપવાનો વિચાર–સુચન તે સમયના બ્રિટીશ વડા પ્રધાનનો મી.કમલેમેન્ટનો હતો.

.   બંધારણમાં વિવિધ બાબતો દુનિયાના અન્ય દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે, સૂપ્રિમ કોર્ટની કાર્ય પદ્ઘતિ સિદ્ઘાંત જાપાન પાસેથી રશીયા પાસેથી પંચ વર્ષીય યોજનાની નિતી અને સ્વતંત્રતા–સમાનતા વિચારો ફ્રાન્સના છે.

.   બંધારણ સમિતીએ વિશ્વના ૬૦ જેટલા દેશના બંધારણનો અભ્યાસ કરી આપણુ બંધારણ તૈયાર કરેલ છે.

.   બંધારણ સમિતીમાં વિવિધ ક્ષેત્રના મહાન તજજ્ઞ ર૮૪ સભ્યો હતા. જેમાં ૧પ મહિલા હતા. આ સમિતીના પ્રમુખપદે ડો. રાજેન્દ્રપ્રસાદ કાર્યકારી ચેરમેન સચ્ચિદાનંદ સિંહા હતા. ડ્રાફટીંગ સમિતીના પ્રમુખ પદે ડો. આંબેડકર હતા અને કાયદાના સલાહકારો બી. નરસિંહ રાવે ફરજ બજાવેલ.

.   બંધારણ સભાની પ્રથમ બેઠક ૧૯૪૬ ની ૯ મી ડિસેમ્બર મળેલ. ત્યારબાદ બંધારણ સમિતીએ દિવસ રાત ર વર્ષ ૧૧–મહિનાના ૧૮–દિવસ આમ કુલ ૧૦૮ર દિવસ કાર્ય કરી બંધારણ તૈયાર કરેલ.

.   આપણુ બંધારણ રપ ભાગમાં છે. કુલ ૪૪૮ કલમ અને ૧ર શેડયુઅલનો સમાવેશ થયેલ છે. જેના કુલ ર૩૧ પાના છે. દુનિયામાં સૌથી લાંબુ હિન્દી અને અંગે્રજીમાં હાથથી લખેલ આપણું બંધારણ છે. આ બંધારણમાં કુલ ૧,૪૬,૩૮પ શબ્દો છે. બંધારણની અસલ કોપી સંસદની લાયબે્રરીમાં કાચની બંધ પેટીમાં રાખવામાં આવેલ છે. પેટીમાં રહેલો હિલીયમ વાયુ આ મુળપ્રત ન સાચવી રાખે છે. આ બંધારણના સુરક્ષાની જવાબદારી દિલ્હી સ્થિત નેશનલ ફિઝીકલ લેબોરેટરી સંભાળે છે. બંધારણના હાથથી લખેલા પાનાઓને જોડી બાઇન્ડ કરી પુસ્તક રૂપે મઢવાનું કામ દહેરાદુન ખાતે આવેલ સર્વે ઓફ ઇન્ડીયાની ઓફીસે કરેલ છે.

.   બંધારણ તૈયાર કરવાનો ખર્ચ રૂ. ૬૩,૯૬,૭ર૯ થયેલ છે.

.   બંધારણમાં પહેલુ વાકયે વીધ પિપલ ઓફ ઇન્ડીયા (અમે ભારતના લોકો) થી શરૂ થાય છે. આ પે્રરણા અમેરીકાના બંધારણમાંથી લીધેલ છે.

.   વિશ્વના લોકશાહી દેશોમાં અમેરીકાનું બંધારણ જુનુ છે. અમેરીકામાં ૧૭૮૯ માં બંધારણ અમલમાં આવેલ છે.

.   સૌથી નાનુ બંધારણ નાના એવા દેશ મોનાકોનુ છે. તેના બંધારણમાં માત્ર ૩૮૧૪ શબ્દોનો સમાવેશ થાય છે.

.   સામાન્ય નાગરીકોને બંધારણ વાંચવુ ગમે નહી પરંતુ બંધારણની આ કલમો પ્રજાને અસર કરતા છે. આર્ટીકલ–૧ર–૩પ મૂળભુત અધિકાર–આર્ટીકલ–૩૪૩ દેશની સત્ત્।વાર ભાષા, આર્ટીકલ–૩પર, પ૧–એ–નાગરીકોની મુળભૂત ફરજો રાષ્ટ્રીય કટોકટી આર્ટીકલ–૩પ૭ રાષ્ટ્રપતિ શાસન આર્ટીકલ–૩૬૮ સંસદની સત્ત્।ા.

.   પરિવર્તન કુદરતનો નિયમ છે એ મુજબ આપણા બંધારણમાં વિવિધ કલમમાં ૧ર૩ સુધારા થયેલ છે.

.   આપણુ મહાન બંધારણ અતિ સુંદર અક્ષરના સ્વામી દિલ્હીના પે્રમ બિહારીએ માનદ સેવાથી છ માસની સખ્ત મહેનતથી લખી આવેલ છે. બંધારણ લખવામાં તેને શાહીવાળી પેનની રપ૪ નીપ (ટાંક) વાપરી હતી.

.   બંધારણ લખાણને મનમોહક બનાવવા બંધારણના પાનાની સજાવટ માટે પ્રતિષ્ઠિત કલા સંસ્થા શાંતી નિકેતનના હોનહાર કલાકારો નંદલાલ બોઝ અને રામમનોહર સિંહે બંધારણના પાનામા દેશના ભવ્ય ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિના અતિસુંદર ચિત્રોથી બંધારણનું સજાવટ કરેલ છે.

: સંકલન :

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦ રાજકોટ

(2:38 pm IST)