Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

લોધીકાના મર્ડરના ગુન્હામાં ૬ વર્ષથી વોન્ટેડ અકલેશને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

નટવરલાલ બાવાજીની હત્યામાં અગાઉ પરપ્રાંતીય શખ્સ અને તેની પત્નિને સજા પડી છેઃ મદદગારી કરનાર અકલેશ નાસતો ફરતો'તો

રાજકોટ, તા., ૧૪: લોધીકાના મર્ડરના ગુન્હામાં ૬ વર્ષથી વોન્ટેડ આરોપીને મેટોડા જીઆઇડીસીમાંથી રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.

જીલ્લાના ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી.એમ.કલોદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારેમળેલ બાતમી આધારે મેટોડા જીઆઇડીસીમાં વોચ ગોઠવી લોધીકા પોલીસ મથકના મર્ડરના ગુન્હામાં ૬ વર્ષથી વોન્ટેડ આરોપી અકલેશ ઉર્ફે અકુ શિવરત્ન પલટુ માજી રે.નાનપુર જી.શિવાન (યુપી)ને દબોચી લઇ લોધીકા પોલીસ મથકના હવાલે કરાયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ર૦૧પના વર્ષમાં લોધીકામાં રહેતા મુળ ઉપલેટા પંથકના નટવરલાલ માધવદાસ બાવાજીની હત્યા કરાઇ હતી. આ હત્યાના ગુન્હામાં પરપ્રાંતીય દંપતી અને અકલેશના નામો ખુલ્યા હતા. પરપ્રાંતીય દંપતીને આ ગુન્હામાં સજા પડી છે. અગાઉ પકડાયેલ પરપ્રાંતીય શખ્સની પત્ની સાથે મૃતક નટવરલાલને આડાસંબંધ હોય તેનો ખાર રાખી પરપ્રાંતીય શખ્સે પત્ની પાસે ફોન કરાવી નટવરલાલને બોલાવી પરપ્રાંતીય દંપતી અને અલ્કેશે ઢીમ ઢાળી દીધુ હતું. આ ગુન્હામાં અકેલશ નાસતો ફરતો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ કરશનભાઇ કલોતરા, હેડ કો. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાંધલ, નારણભાઇ છૈયા, પો.કો.મહેન્દ્રસિંહ સોલંકી, રિયાઝભાઇ, ડ્રા. એ.એસ.આઇ રાયધનભાઇ ડાંગર તથા વિરમભાઇ સમેચા સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(12:53 pm IST)