Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

શ્રાવણીયા જૂગારના ૬ દરોડા-૨૬ પકડાયાઃ એક ઘરમાં છ મહિલા પત્તા ટીચતી'તીઃ ૬૩ હજારની રોકડ કબ્જે

બી-ડિવીઝન, થોરાળા, પ્ર.નગર, ગાંધીગ્રામ અને ભકિતનગર પોલીસના ભગવતીપરા, વેલનાથપરા, સંત કબીર રોડના બગીચામાં, તોપખાના, છોટુનગર પાસે અને લક્ષ્મીવાડીમાં દરોડા

રાજકોટ તા. ૧૪: પોલીસે શ્રાવણીયા જૂગારના છ દરોડા પાડી ૨૬ને પકડી લઇ રૂ. ૬૩૦૪૦ની રોકડ કબ્જે કરી છે. જેમાં લક્ષ્મીવાડીમાં મહિલા જૂગાર રમાડતી હતી. બી-ડિવીઝન, થોરાળા, પ્ર.નગર, ગાંધીગ્રામ અને ભકિતનગર પોલીસે આ દરોડો પાડ્યા હતાં.

બી-ડિવીઝન પોલીસના દરોડા

ભગવતીપરા  આશાબા પીરની દરગાહવાળા રોડ પર દેવીપૂજકવાસમાં રહેતાં ફ્રુટના ધંધાર્થી જયેશ જેન્તીભાઇ વણોદીયાના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી દરોડો પાડી તેને તથા આ વિસ્તારના જ સંજય વજુભાઇ ઉધરેજીયા, રવજી કુવરાભાઇ ઉધરેજીયા, કલુ મગનભાઇ ઉધરેજીયા અને કિરણ કલુભાઇ ઉધરેજીયાને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૧૦૩૫૦ કબ્જે લેવાયા હતાં.

બીજા દરોડામાં વેલનાથપરા-૧૮/૧૦ના ખુણે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી ભગવતીપરાના અમિત છગનભાઇ સોલંકી, વેલનાથપરાના રાહુલ ભરતભાઇ દેત્રોજા, ઉમેશ ધનજીભાઇ વિંજવાડીયા, તુલસી મેઘશ્યામ ગોસ્વામી, વિજય દેવજીભાઇ કરાણીયા અને કલ્પેશ જાદવભાઇ જંજવાડીયાને પકડી લઇ ગંજીપાના અને રોકડા રૂ. ૧૧૨૫૦ કબ્જે લીધા હતાં. પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ કોડીયાતર, પીએસઆઇ એચ. એમ. જાડેજા, વિરમભાઇ ધગલ, સલિમભાઇ, ડી. એચ. જાડેજા સહિતે સંજયભાઇ, હેમેન્દ્રભાઇ અને પરેશભાઇની બાતમી પરથી તથા હેડકોન્સ. કે. કે. નિકોલા અને સત્યજીતસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી કરી હતી.

થોરાળા પોલીસનો દરોડો

સંત કબીર રોડ સદ્દગુરૂ રણછોડનગર-૧ પ્રતિક સ્કૂલ સામે બગીચામાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી થોરાળા પોલીસે દરોડો પાડી સંત કબીર રોડ ગોકુલનગરના વિપુલ પુંજાભાઇ પરમાર, ચુનારાવાડના મહેશ નરસીભાઇ બારૈયા, ગઢીયાનગરના પિયુષ રમેશભાઇ રોજાસરા, રાવણચોકના સાગર અમરાભાઇ ગરૈયા, મયુરનગરના ભરત ભીખાભાઇ બાહુકીયા તથા સદ્દગુરૂ રણછોડનગરના અજય ગોવિંદભાઇ જમોડને પકડી લઇ રૂ. ૧૪૮૦૦ કબ્જે લીધા હતાં. પીઆઇ બી.એમ. કાતરીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, કિરણ પરમાર, વિજયભાઇ મેતા, રાજદિપસિંહ ચોૈહાણ, જયદિપભાઇ ધોળકીયા, રમેશભાઇ માલકીયા સહિતે આ દરોડો પાડ્યો હતો.

પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસના દરોડા

તોપખાના શેરી નં. ૫માં સ્ટ્રીટલાઇના અજવાળે જૂગાર રમી રહેલા તોપખાનાના કાળીબેન બાબુભાઇ મકવાણા, કાળુભાઇ મંગાભાઇ મકવાણા તથા પિન્ટૂ શંકરભાઇ ગોરીને પીએસઆઇ પટેલ, દેવશીભાઇ ખાંભલા, જનકભાઇ, અક્ષયભાઇ સહિતે પકડી લઇ રૂ. ૧૦૨૨૦ની રોકડ કબ્જે કરી હતી.

જ્યારે છોટુનગર મફતીયાપરા સામે ભરતભાઇ ભરવાડના ડેલા સામે ખુલ્લી જગ્યામાં જૂગાર રમવા બેઠેલા ઝૂપડપટ્ટીના ઇશ્વર રૂગનાથભાઇ થારચીયા, ધારશી સવશીભાઇ વાજેલીયા તથા વેલજી ધરમશીભાઇ અઘારીયાને ગાંધીગ્રામના ખોડુભા જાડેજા, ગોપાલભાઇ પાટીલ સહિતે પકડી લઇરૂ. ૫૨૦ કબ્જે લીધા હતાં.

ભકિતનગર પોલીસના દરોડામાં મહિલાઓને જૂગટુ રમતાં પકડાઇ

જ્યારે લક્ષ્મીવાડી કુવાવાળી ખોડિયાર મંદિર પાસે કવાર્ટર નં. ૧૯૪માં રહેતાં શોભનાબેન પ્રવિણભાઇ જોષીના ઘરમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી તેને તથા સરોજબેન સુરેશભાઇ રાવલ, આશાપુરાનગરના સોનલબા મહિપતસિંહ ડાભી, મણીનગરના શ્રધ્ધાબેન ઉર્ફ મીનાબેન અમિતભાઇ જોષી, રણુજાધામના નમ્રતાબેન આતિશભાઇ રાઠોડ, પીરવાડી ગણેશ સોસાયટીના ભાવીશાબેન ઉર્ફ ભારતીબેન ગોરધનભાઇ પરમારને તીનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૫૨૮૦ કબ્જે લીધા હતાં.  પીએસઆઇ આર. જે. કામળીયા, ફિરોઝભાઇ, સલિમભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ સહિતે આ દરોડો પાડ્યો હતો.

(12:52 pm IST)