Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

દારૂના ગુનામાં ત્રણ માસથી ફરાર સાયલાનો ભરત અને રાજકોટનો રાજીયો પકડાયા

બી-ડિવીઝન પોલીસે માર્કેટ યાર્ડ અને લાલપરી પાસેથી પકડી લીધા

રાજકોટ તા. ૧૪: દારૂના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર બે શખ્સો ભરત સવશીભાઇ પલાણી (રહે. ચોરવીરા તા. સાયલા) અને રાજેશ ઉર્ફ રાજીયો છગનભાઇ મકવાણા (રહે. લાલપરી મફતીયાપરા-૪)ને બી-ડિવીઝનના હેડકોન્સ. અજયભાઇ બસીયા તથા કોન્સ. જયદિપસિંહ બોરાણાની બાતમી પરથી માર્કેટ યાર્ડ પાસેથી અને લાલપરીમાં પકડી લીધા છે.

આ બંને બી-ડિવીઝનના દારૂના અલગ અલગ ગુનામાં ફરાર હતાં. પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ, અજયભાઇ, મનોજભાઇ, જયદિપસિંહ, હેમેન્દ્રભાઇ, સંજયભાઇ, પરેશભાઇ, મિતેશભાઇ, ચાંપરાજભાઇ, વિશ્વજીતસિંહ અને ભાવેશભાઇએ આ કામગીરી કરી હતી.

(12:49 pm IST)