Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

બહેને ગોદડા સંકેલવાનું કહેતાં ૧૫ વર્ષના નિતેશ ઘરેથી નીકળી ગયો

શોધખોળ છતાં પત્તો ન મળતાં અપહરણનો ગુનોઃ તસ્વીરમાં દેખાતો ટેણીયો દેખાય તો પોલીસને જાણ કરો

રાજકોટ તા. ૧૪: કોઠારીયા સોલવન્ટ ગણેશ સોસાયટી-૨માં રહેતાં મુળ મધ્યપ્રદેશના કાલીપહાડીના વતની વિનોદભાઇ રમેશભાઇ નામદેવ (ઉ.વ.૪૨)નો પુત્ર નિતેષ (ઉ.વ.૧૫) તા. ૬/૮ના સવારે ઘરેથી નીકળી ગયા બાદ શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. નિતેષ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. બહેને છઠ્ઠી તારીખે કામે જતી વખતે તેને ગોદડા સંકેલી લેવાનું કહ્યું હોઇ તે કારણે માઠુ લાગતાં તે ઘરેથી નીકળી ગયાની શકયતા છે. તસ્વીરમાં દેખાતો નિતેષ કોઇને જોવા મળે તો આજીડેમ પોલીસને અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા મો.૯૦૧૬૦ ૭૩૮૮૪ ઉપર જાણ કરવા જણાવાયું છે. પીએસઆઇ આર. વી. કડછા વધુ તપાસ કરે છે.

(12:48 pm IST)