Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજકોટમાં પતિ ગોવિંદ સખીયાએ પત્નીને કિડનીનું દાન કરી: સાત ફેરાનું વચન નિભાવ્યું

કિડની મળ્યા બાદ પત્ની દિવાળી સખીયાએ કહ્યું-તેમને પતિ પર ખુબ જ ગર્વ છે અને નવજીવન મળ્યા બાદ તે બિલકુલ સ્વસ્થ

રાજકોટમાં એક દંપતીનો પ્રેરક કિસ્સો છે જેમાં પત્નીની કિડની ફેલ થઈ ગઈ હતી અને આ જ કારણે પત્નીને છેલ્લા પાંચ મહિનાથી ડાયાલિસિસની સારવાર આપવામાં આવતી હતી પરંતુ અંતે પત્નીને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત પડી અને પત્નીની દુઃખની પરિસ્થિતિમાં તેને સાથ આપવા માટે પત્ની એક સેકંડોનો વિચાર કર્યા વગર પત્નીને પોતાની એક કીડની આપી દીધી

રિપોર્ટ અનુસાર પત્નીને કિડની આપનાર વ્યક્તિનું નામ ગોવિંદ સખીયા છે અને તેમની ઉંમર 63 વર્ષની છે ગોવિંદ સખીયાનું કહેવું છે કે, મારી પત્ની બંને કિડની દિવાળીમાં ફેલ થઈ ગઈ હતી અને ડૉક્ટરની આ બાબતે જ્યારે સલાહ લીધી ત્યારે ડૉક્ટરે એવું જણાવ્યું હતું કે પત્નીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે.

તેથી મેં ડૉક્ટર સામે ઇચ્છા વ્યક્ત કરી કે, મારી કિડની હું આપી શકુ ત્યારે ડૉક્ટરે પણ મારા નિર્ણયને આવકાર્યો અને મારા તમામ ટેસ્ટ કર્યા. છ મહિના પહેલા મેં મારી પત્નીને કિડની આપી હતી. હું અને મારી પત્ની એકદમ સ્વસ્થ છીએ.

ઘણા લોકોને એમ હોય છે કે કિડની આપ્યા પછી લોકો કામ કરી શકતા નથી પરંતુ આ બાબતે ગોવિંદ સખીયાનું કહેવું છે કે પત્નીને કિડની આપ્યા પછી તેઓ રોજ રૂટિન કામ કરે છે પરંતુ તેમને ક્યારેય પણ આ બાબતે તકલીફ થઈ નથી. પત્નીને કિડની મળ્યા બાદ પત્ની દિવાળી સખીયા જણાવ્યું હતું કે, તેમને પતિ પર ખુબ જ ગર્વ છે અને નવજીવન મળ્યા બાદ તે બિલકુલ સ્વસ્થ છે. દિવાળી સખીયાનું કહેવું છે કે, તેમની કિડની ખરાબ થઈ ગયા બાદ તેમને પાંચ મહિના સુધી ડાયાલિસીસ કરાવ્યું હતું અને ડાયાલિસિસમાં વધારે તકલીફ પડતાં પરિવારના સભ્યોએ કિડની ટ્રાન્સપ્લાન્ટનું નક્કી કર્યું હતું અને તે સમયે પતિએ કિડની આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કિડનીનું ટ્રાન્સપલાન્ટ કરનાર ડૉક્ટરનું કહેવું છે કે, આ દંપતીએ છ મહિના ઓપરેશન કરાવ્યું હતું પરંતુ હજુ તમને કોઈ તકલીફ નથી અને તેઓ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, મહિલાને કિડની દાન કરનાર ડૉક્ટર પણ પોતે અંગદાનની મુહિમ ચલાવી રહ્યા છે તેમને અત્યાર સુધીમાં 180 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 100 લિવર ટ્રાન્સપ્લાન્ટ, 2 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને અનેક લોકોના ચક્ષુદાન કરાવ્યા છે. .

(12:35 am IST)