Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

માટીકામ કૌભાંડમાં સત્ય બહાર લાવવા તપાસ સમીતીનો ધમધમાટ : ૯૬૯ ટ્રેકટર ફેરાનો તાગ મેળવવા કવાયત

સત્ય શોધક સમીતી દ્વારા નિર્દોષ દંડાઇ નહી અને દોષીતને ન છોડવાનો વ્યુહ

રાજકોટ, તા., ૧૪: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથીત માટી કૌભાંડમાં દિન-પ્રતિદિન નવા ફણગા ફુટી રહયા છે. માટી કૌભાંડમાં સત્ય બહાર લાવવા સત્ય શોધક સમીતી દ્વારા આજે પ્રથમ બેઠક મળી હતી. જેમાં માટીને લગતા કામોની પ્રાથમીક ચર્ચા કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ આજે સત્ય શોધક સમીતી સમક્ષ ઓડીટ વિભાગે માટીકામ સંદર્ભે કેટલાક જરૂરી દસ્તાવેજો રજુ કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રજુ થયેલા કુલ ૯૬૭ ટ્રેકટર ફેરામાંથી માટી કામના તો ફેરા સાવ ઓછા છે. આ ૯૬૭ ફેરામાં વેસ્ટ મટીરીયલ, પ્લાસ્ટીક, નાની માટી, જેસીબી ફેરા અને લેવલીંગ કરતા લેવર મળીને કુલ ૯૬૭ ફેરા થયા છે.

આ કાર્યમાં માટીકામ પેટે તો અંદાજે ર લાખની રકમ ચુકવાઇ છે તેવું પ્રાથમીક અંદાજે જણાય છે અને આ કામમાં અગાઉ પોતાની સહી નહી કરી હોવાનો દાવો કરતા કુલનાયક વિજય દેશાણીની સહી હોવાનું પણ માલુમ પડે છે.

તપાસ સમીતીના સુત્રોએ જણાવ્યું છે કે અમે આ પ્રકરણમાં સત્ય બહાર લાવીશું તેમાં કોઇ દોષીતોને છાવરવામાં નહી આવે અને નિર્દોષોને દંડાશે નહી.

(3:32 pm IST)