Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું કામ ઝડપથી પુર્ણ કરવા તાકિદ

નિર્માણ પામી રહેલ બ્રિજની મુલાકાત દરમ્યાન સંબધિત અધિકારી અને એજન્સીને વિવિધ સૂચના આપતા મ્યુ. કમિશનર

રાજકોટ તા. ૧૪ :.. શહેરના મધ્યમાં અને ખૂબ જ અવર-જવર રહેતી હોય છે તેવા લક્ષ્મીનગર નાલા ખાતે અન્ડર બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ચાલુ પ્રોજેકટની કામગીરી ઝડપથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય તેના પર ભાર મૂકી રહેલા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ આજે તા. ૧૪ ના રોજ લક્ષ્મીનગર નાલા ખાતે નિર્માણ પામી રહેલા અન્ડરબ્રીજની મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ લક્ષ્મીનગરને લાગુ અપ્રોચ રોડ ડેવલપ કરવા સબંધિત અધિકારીને  કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રેલ્વેની એજન્સી જય જવાન જય કિશાન કન્સ્ટ્રકશનને પણ સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ અને સી. કે. નંદાણી, રેલ્વેના સીનીયર એન્જી. રાજકુમાર, પી. એ. (ટેક) ટુ કમિશન રસિક રૈયાણી, સીટી એન્જી. એચ. એમ. કોટક અને સીટી એન્જી. કે. એસ. ગોહેલ તથા જય જવાન જય કિશાન કન્સ્ટ્રકશનના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતાં. તેમ મ.ન.પા. તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

(3:11 pm IST)